તરસ
તરસને ફૂટી પાંખ
પાંખને આંખ
આંખ નામના ઝાંખા ઝાંખા કાગળ ઉપર
ફૂટી પતંગિયાની_ ભાત
ભાતમાં ભાત_ભાતના ડંખ
ડંખે ડંખે તડકા સળગે
ભૂરા કાળ કિલ્લા સળગે
નાભિ સળગે
તરસને ફૂટી આંખ
આંખને સાત સમંદર
સાત સમંદર ઝાંખા જાગે
ભૂરી ભૂરી ઝંખા જાગે
ગયા જનમનાં_નાભિ_ડૂબ્યાં કમળ પત્ર કંઇ જાગે….
કંઇ વાગે..
ઢોલ નગારા, કાંસા વાગે
તળિયે ડૂબી હોડી જાગે
નગરી જાગે
(પ્રાથમ્ય,પૃ.79) _જયદેક શુકલ
Categories:
Tags: _જયદેક શુકલ
