Posted by: bazmewafa | 04/18/2008

અન્ધકારની સરહદ પરથી__આદિલ મન્સૂરી

અન્ધકારની સરહદ પરથી

 

 

 

અન્ધકારની સરહદ પરથી

લોહી નીંગળતા પડછાયાઓ

ચીસો પાડે

 

એકલતાની બખોલમાંથી

ઘવાયલા પડઘાઓ ત્રાડે

દોડો દોડો બચાવ દોડો

પાંસળીઓના પોલાણોમાં

રણગાડીનું  પૈડું તૂટે

 

કાટ ચઢેલી બંદુકોના ઢગલા ઉપર

ફૂલો ઉગે

  

ધગ ધગતા રણના અંતરમાં મહેક પ્રસરતી

આસપાસમાં રંગ રંગના પતંગિયાઓ

કરતા ઊડા ઊડ આમથી તેમ

પરંતુ હાથ ન આવે કોઇ

સંગીનોની અણીએ અણીએ

સૂરજ આંખો કાઢે

 

ખેતર વચ્ચે ગ્રામ કિશોરી

ઊભી ડૂંડા વાઢે

પવન ઝૂમતો જાય

સમય વિસમો ખાય

  

__આદિલ મન્સૂરી

  

(સતત પૃ.79)

 


Leave a response

Your response:

Categories