Posted by: bazmewafa | 04/18/2008

આ નગર મારી સાથે ચાલેતો.._નીદા ફાઝલી

                                      આ નગર મારી સાથે ચાલેતો..

 

 

આ નગર મારી સાથે ચાલેતો..

ચીંખતું ,લડતું,ઝઘડતું

કર્ફ્યુ

નારાઓ

કે આ બજારથી બહાર  નીકળ તુ

તારી આંખોમાં

રેતી ભરેલ છે

એવું લાગેછે

વર્ષોથી તેં નીંદ માણી નથી

તારાં હાડકાંઓમાં વિચારવાનું

અનુભૂતિ માટેનું

જેટલું ગંધક હતું

તે મૃતપાય છે

કોકોકોલા પેપ્સીનો રંગ

એમાં ભરાઇ ચૂકયો છે

હવે કોઇ પણ ઘટના ઉપર

બાનાવ ઉપર

પ્રશ્નો પર

નતું ચોંકે છે

ન કદી રડે છે

જયારે પણ જુઓ

મોર્ચાઓ,જલસઓ,તમાશાઓ

સચું કહે

ક્યારેક એકલો પણ હોય છે?

મોટા પણાનો ઘાતક રોગ

તારા તન મનને ભક્ષી રહ્યો છે

આ નગરતો

ચારો તરફથી ફેલાઈ રહ્યું છે

એના પહેલાં કે હવાઇ ગુબ્બારાઓની જેમ

 અચાનક ફાટીને

ટૂકડે ટૂકડાઓ થઇને વિખરાય જાય

ઓ નગર સાંભળ આપણે એવું કરીએ

દૂર જંગલને કોઇ શાંત કંદરામાં છુપાઇને  

પ્યાજની ગાંઠોને

છરીથી સમારી અનેં રડીએં

રડતાં રડતાં શાંત થઈને

એક ગાઢ નિદ્રામાં સરી પડીએ

ખૂબ ગાઢ નિંદ્રામાં પડી રહીએં

 _નીદા ફાઝલી

(શહર મેરે સાથ ચલેતો પૃ_18 )

 


Leave a response

Your response:

Categories