ભીના થવાની વાતનો__ તુરાબ’હમદમ’
ભીના થવાની વાતનો અવસાદ રહી ગયો.
બે ઘડી આવી અને વરસાદ રહી ગયો.
એક એક એ ઘડી ને પળેપળ એ યાદ છે,
એવું નથી એકાદ પ્રસંગ યાદ રહી ગયો.
ગોખીને હું બેઠો હતો ,બોલી શક્યો નહિ,
હોઠો ઉપર આવી અને એ સાદ રહી ગયો.
સામે હતું છ્તાંય ભૂલાતું ગયું જગત,
નિર્લેપ,નિરાકાર સતત યાદ રહી ગયો.
ખુદને ભૂલે ગયો હું કવિતાની ધૂનમાં,
એનાજ નામનો ફકત એક નાદ રહી ગયો.
‘હમદમ’ મેં એની રાહ જોયા કરી સતત,
આંખોમાં એટલે જ આ ઉન્માદ રહી ગયો.
__ તુરાબ’હમદમ’
Categories:
Tags: ભીના થવાની વાતનો__ તુ
