Posted by: bazmewafa | April 17, 2008

ભીનાશ છે._મોહમ્મદઅલી’વફા’

ભીનાશ છે._મોહમ્મદઅલી’વફા’

 

નીચે ધરા માથા ઉપર અધ્ધર ઉભું આકાશ છે.
રસ્તા ઉપર ઘર માંડવાની આ શહરમાં આશ છે.

આવી હવે લૂંટી જવાનું કોણ અમને છે અહીં,
છે હાથમાં રોટી સૂકી ને વાડકામાં છાશ છે.

હા એ હતો માણસ કદી ફૂગી ગયેલા ગામનો.
ભૂખે મઢેલા માર્ગ પર એની સડેલી લાશ છે.

વહેતા સમયના કાફલા પર ડાઘ લોહીના પડે
કોને હવે જોવા કદી એ વેદના નવરાશ છે.

ખુલ્લી નહીં તો થઇ જતે સૂરજ તણી અવહેલના,
આ રાતની દીવાલની થોડી ઘણી આડાશ છે.

ખીણો બધી દિલના દરદ ની સ્નેહથી છલકી જતે,
આ લાગણીનાં આયનામાં થોડી હજી કાળાશ છે.

ડૂબી વફા એ જાય કે તર્યા કરે પાણી ઉપર,
તકદીરમાં પાષાણની તો એક બસ ભીનાશ છે.

*

આવી ગયા રસ્તા બધા મંઝિલ તરફ  માંડો કદમ

અટકી ગયાં છે કેમ તમ કોની વફાઇ  તલાશછે. 

 

(ગાગાલગા,ગાગાલગા,ગાગાલગા,ગાગાલગા)

                  _રઝિયા અકબર

 


Responses

  1. Vah ! Khub ! Saras Gazal chhe !

  2. હા એ હતો માણસ કદી ફૂગી ગયેલા ગામનો.
    ભૂખે મઢેલા માર્ગ પર એની સડેલી લાશ છે.

    wow! nice one..

  3. ‘લો આ આવી ગયા બધા રસ્તાઓ મંઝિલ ઉપર જવાના,
    અરે કેમ અટકી ગયાં હજી કોની તલાશ છે?
    વાહ! વફા સાહેબ વાહ!


Leave a response

Your response:

Categories