Posted by: bazmewafa | April 16, 2008

તો ય ચાલશે__ અંજુમ વાલોડી

 

ખુદા,__

તને જોયો નથી મેં, એ ખરું,
પણ તને જાણ્યાનો એક સંતોષ તો છે.

તો ય ચાલશે__ અંજુમ વાલોડી

ઠરવાને કયાંય ઠામ હશે તો ય ચાલશે;
ખંડેરમાં મુકામ હશે, તો ય ચાલશે.

કહેતો નથી કે આવો, ને આવી ગળે મળો;
બસ દૂરથી સલામ હશે, તો ય ચાલશે.

આપે ન તું ભરીને ભલે ,કે હવે મને ;
સામે જો ખાલી જામ હશે, તો ય ચાલશે.

પેદા કરી લીધી છે કરામત મેં હાથમાં;
મોઢે અગર લગામ હશે, તો ય ચાલશે.

આવે ભલે ન હાથમાં એક્કો કે બાદશાહ;
રાણીનો કો’ ગુલામ હશે, તો ય ચાલશે.

‘હીલો’ કરી હલાલ કરી લઈશ હું બધું;
દેવું છે કઇં? હરામ હશે, તો ય ચાલશે.

બટવો અગર ભર્યો રહે સીતાનાં દેશમાં;
પરદેશમાં રામ હશે, તો ય ચાલશે.

જો આવતો હો અંત વ્યથાઓની રાતનો,
એક ધૂંધળી શામ હશે, તો ય ચાલશે.

હીલો= માન્ય યથાર્થ યુક્તિ.(પણ આજ કાલ એનો દુરુપયોગ થઇ રહ્યો છે)

કવિશ્રીનાં ટુંક પરિચય માતે નીચેના’બઝમે વફા’ URL પર કલીક કરવા વિનંતી છે.

  http://bazmewafa.wordpress.com/2007/03/11/anjumaneanjum_wafa/

Tags:

Leave a response

Your response:

Categories