
તરસવાની મઝા કઇં ઓર છે_જિગર ટંકારવી
એમ મળવાની મઝા કઇં ઓર છે.
પત્ર લખવાની મઝા કઇં ઓર છે.
કોઇ માટે થાઉં જો ખાલી સતત
તો છલકવાની મઝા કઇં ઓર છે.
પાંપણો વચ્ચે મરમ શબ્દાવ તું,
અર્થ કરવાની મઝા કઇં ઓર છે.
લાગે મારામાંજ નફરત અન્યથા,
પ્યાર કરવાની મઝા કઇં ઓર છે.
તૃપ્તાના સ્ત્રોત છે સૌ હાથવગ,
પણ તરસવાની મઝા કઇં ઓર છે.
કવિના પરિચય માટે ‘બઝમે વફા’નાં નીચેના URL પર કલીક કરવા વિનંતી
http://bazmewafa.wordpress.com/2007/02/26/jigartankarviandhisgazhalas_jigartankarvi/
[...] http://bazmewafa.wordpress.com/2008/04/16/tarasvanimazha_jigartankarvi/ [...]
By: ગઝલ:શબ્દનું તાંડવ—જિગર ટંકારવી « બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा on 12/15/2009
at 3:36 AM
એક શિલ્પીએ ત્રણ મૂર્તિઓ બનાવી હતી.ત્રણે મૂર્તિઓ દેખાવમાં એકસરખી હતી છતાં ત્રણે મૂર્તિઓની અંદરની રચનામાં ફરક હતો.શિલ્પી એ મૂર્તિઓ લઈને અકબરનાં દરબારમાં આવ્યો.દરબારમાં આવીને શિલ્પીએ અકબરને કહ્યું,હજુર,આ ત્રણેય મૂર્તિઓ દેખાવમાં એકસરખી લાગે છે પરંતુ એ ત્રણેયમાં થી એકજ મૂર્તિ શ્રેષ્ઠ છે.બીરબલ મને એ શ્રેષ્ઠ મૂર્તિ શોધી આપે તો મને આનંદ થશે.
બીરબલે ત્રણેય મૂર્તિઓ હાથમાં લીધી. એ મૂર્તિ ઓને આમતેમ ફેરવી ઘણી વાર સુધી ધ્યાનથી જોઈ રહ્યો.
પછી બીરબલે ત્રણ લાંબા અને પાતળાં તાર મંગાવ્યાં.પહેલી મૂર્તિના કાનમાં એને એક તાર સરકાવ્યો. એ તાર મૂર્તિના મોં માથી બહાર નિકયો.
પછી,બીજી મૂર્તિના કાનમાં તેણે તાર પરોવ્યો,એ તાર મૂર્તિના બીજા કાનનાંથી બહાર નિકળ્યો.
છેલ્લે, એણે ત્રીજી મૂર્તિના કાનમાં તાર ભરોવ્યો, એ તાર મૂર્તિના પેટમાં ઉતરી ગયો. બીરબલે ત્રીજી મૂર્તિ શિલ્પીના હાથમાં મૂકીને કહ્યું, ત્રણેય મૂર્તિઓમાં આ મૂર્તિ શ્રેષ્ઠ છે.
શિલ્પી હસી પડયો, અને બીરબલને એનું કારણ પુછયું.
બીરબલ કહે, ” ધારો કે પહેલી મૂર્તિ એ રાજાનો મંત્રી છે, અને એ તાર રાજયની ખાનગી વાતો છે. પહેલી મૂર્તિ કાનમાં નાખેલો તારએ તેના મોંમાથી બહાર નિકળ્યો એનો મતલબ એ થાય કે એ મંત્રી રાજયની ખાનગી વાત પણ ગમે તેની સાથે બોલી નાંખે એને રાજયનું નુકશાન કરે છે. માટે એ મંત્રી અધમ ગણાય ”
બીજી મૂર્તિના એક કાનમાં નાખેલો તાર બીજા કાનમાંખી બહાર નિકળ્યો જે બતાવે છે કે એ મંત્રી અતિ મહત્વની વાતને પણ ગંભીરતાથી લેતો નથી એ એક કાન માંથી સાંભળીને બીજા કાન માંથી તે વાતને બહાર કાઢી નાખે છે .માટે આ મંત્રી મધ્યમ કક્ષાનો કહેવાય.
હવે છેલ્લે ત્રીજ મૂર્તિના કાનમાં નાંખેલો તાર સીધો જ એના પેટમાં ઉતરી ગયો જે બતાવે છે કે એ મંત્રી રાજયની દરેક ખાનગી વાતને પોતાના પેટમાં સંધરી રાખે છે પણ બહાર પાડતો નથી. માટે આ મંત્રી શ્રેષ્ઠ ગણાય. તેથી આ ત્રીજી મૂર્તિ શ્રેષ્ઠ છે.
શિલ્પી બીરબલનો ખુલાસો સાંભળીને ખુશ થઈ ગયો. એ બીરબલને ભેટી પડયો અને ત્રણેય મૂર્તિઓ બીરબલને ભેટમાં આપી દીધી.
By: jaydeep on 12/28/2009
at 10:52 AM