આંખોનો ખ્વાબ શું છે?_અદી મીર્ઝાં
જીવનનું સત્ય શું છે,આંખોના ખ્વાબ શું છે ?
બોલો આ જિંદગીનો સાચો જવાબ શું છે?
દુ:ખની ગણતરીમાં તો દિવસો વહી જવાના,
પૂછો તો હમણાં કહી દઉં સુખનો હિસાબ શું છે?
દુ:ખના તો ચાર દિવસો પી પીને વિતાવ્યા,
કોઇ મને બતાવે એમાં ખરાબ શું છે ?
વર્ષોથી આપણે તો જોઇ નથી બહારો,
ચાલ આવ જોઇ લઇએં ખીલતું ગુલાબ શું છે?
જીવન ગયું છે એમાં તો પણ ન જાણ્યું સાકી,
મયખાનું તારું શું છે,તારો શરાબ શું છે ?
છોડી અદી હવેતો એની ગલીનાં ફેરા,
ઘડપણમાં આવી હરકત ? તૌબા જનાબ શું છે ?

જીવન ગયું છે એમાં તો પણ ન જાણ્યું સાકી,
મયખાનું તારું શું છે,તારો શરાબ શું છે ?
adbhut sher …
aapne pan ishwar/khuda ni sharab shu chhe ane maykhaanu shu chhe te aakhi jindagi nathi jaani shakta hota .. je jaani gaya te bhav tari gaya samjo ..
By: કુણાલ on 04/18/2008
at 10:38 AM