એક વતન માટે_પતીલ
એક વતન માટે કયાં કયાં ભમું?
કયાં કયાં ભમું ને શું શું ખમું.
વાડમાં,કાંટમાં ,શૃંગમા ગિરિ
સૂર્ય પેર નિત્યે ઊગું ને આથમું.
સહયોગીઓ તણા વૃંદની મહીં
ઓગળે છે અંતર શર્કરા સમું.
ના તીર્થોદકે સ્નાન છે કર્યાં
પુણ્યથી સંતોના કાળ નિર્ગમું.
જ્યાં સૌંદર્ય હો, કલા તણી સુવાસ
કરી તહીં નિવાસ નિદરું ,રમું.
લાલસા આમિષની ? લેશના હતી
કોઇની આંખોમાં ખુંચું હું કે ગમું.
સો પતંગિયામાં તેજ છે પ્રબુધ્દ્ધ
જે સહન કરે છે તેજ કારમું.
જાનનો સદમો છે પ્રીત એ’પતીલ’
પ્રેમના ભાજનને નેહથી નમું.
_ મગનભાઈ ભુદરભાઈ પટેલ’પતીલ’
મગનભાઇ ભુદરભાઇ પટેલ’પતીલ’
1960-61માં પ્રી.સાયન્સ બરોડા યુની.માં ગુજરાતીમાં પદ્ય વિભાગમાં’આપણી કવિતાનો અમર વારસો’ અભ્યાસ ક્રમમાં હતો.એમાં મગનભાઇ ભુદરભાઇ પટેલ ‘પતીલ’ની કવિતાઓ પણ હતી.વેકેશનમાં ગામ આવ્ય ત્યારે પતીલ સાહેબની કવિતાની ચર્ચા વેલાછા (તા’મોટામિયાં માંગરોલ જિ.સુરત) માં ભણતા મામા ભાઇ સાથે થઇ.ભાઇ કહેવા લાગ્યાકે એતો અમારા શિક્ષક છે,અને અમને ફારસી ભણાવે છે,કોઇ શેખ સાહેબ કોઇ શાળામાં સંસ્કૃત ભણાવતા હોય અને સ્વાભાવિક અચંબો થાય એવો અચંબો અમને થયેલો. સફેદ બુશશર્ટ અને સફેદ પેંટ(ખાદીના હોય એવું યાદ પડેછે) પરિધાન કરેલ એ વ્યકિત્ની કોસંબા જિ.સુરતનાં સ્ટેશન પર મુલાકાત કરેલી.નમ્રતા અને ખુદ્દારીનાં પ્રતીક. એમનો કાવ્ય ગ્રંથ ’પ્રભાત નર્મદા’ ગુજરાતની કોઇ યુની.એ અભ્યાસ ક્રમ દાખલ કર્યો ત્યારે રોયલ્ટી લેવાની ઘસીને ના પાડી.કહે’વિદ્યાતો વેચાતી હશે?. તે જમાનમાં માધ્યમિક શાળાના શિક્ષકનો પગાર રૂ.200.00 ની આસપાસ. હશે. આ ખુદ્દારી અને ખુમારીવાળા કવિનાં કવનોમાં પણ એ સદગુણો ટપકતા.
ઉપરોકત દર્શાવેલ પુસ્તક ‘આપણી કવિતાનો અમર વરસો.સુધી સાચવેલું. પછી ઘરનાં કબાટમાંથી ક્યાં પગ કરી ગયું એની હજી ખબર નથી. એમના કાવ્યની બીજી થોડી પંક્તિ યાદ છે .તે નાં શબ્દો કંઈક નીચે પ્રમાણે હતા.
કઇ ચીજનાં સમ ખાઉં કહી
ચીજ એક સમ ખાવા ન રહી
અટક્યો જીવ આવી ગળે
બંધ જબાં નરહી
પતીલ લવે કવિતા, કવિતા નહી
_ પતીલ
એમની એક સુંદર ગઝલ માણાવા ‘ફૂલવાડી;;ના નીચેના Urlપર કલીક કરવા વિનંતી
http://vishwadeep.wordpress.com/2008/03/31/my-life/

thank you for the detail info. about writer’Patil’. and thank you for posting nice poem for this poet.
By: વિશ્વદીપ બારડ on April 12, 2008
at 6:23 pm