Posted by: bazmewafa | 04/09/2008

શબ્દસેતુ’ ટોરોન્ટોનો સંદેશ__ શ્રી જય ગજ્જર,શ્રી કિશોર પટેલ

શબ્દસેતુ’ ટોરોન્ટોનો સંદેશ__ શ્રી જય ગજ્જર,શ્રી કિશોર પટેલ

શબ્દસેતુ’ ટોરોન્ટોની સાહિત્યિક સંસ્થા આપને આવકારે છે
કેનેડામાં વસતા ગુજરાતીઓ ગુજરાતને, ગુજરાતી ભાષાને અને ગુજરાતની સંસ્કૃતિને ભૂલે નહિ. એટલું જ નહિ આપણો સંસ્કાર વારસો પેઢી દર પેઢી જળવાઇ રહે, આપણી ભાષા અને સંસ્કૃતિ જીવંત રહે એ માટે ઘણા ગુજરાતીઓ સભાન અને પ્રયત્નશીલ છે. ટોરોન્ટોમાં છૂટાં છવાયાં ઘણાં મંડળો અને તેમના કાયૅકરો ઉપરાંત વતૅમાનપત્રો, સામયિકો, રેડિયો અને ટેલિવિઝન આ દિશામાં સારો ફાળો આપી રહયાં છે.
આ સૌમાં, કેનેડાના ગુજરાતી ભાષાપ્રેમીઓ અને સાહિત્યકારોની એક માત્ર સાહિત્યિક સંસ્થા ‘શબ્દસેતુ‘નો ફાળો નોંધપાત્ર છે. દર મહિનાના બીજા રવિવારે બપોરે બેથી પાંચ કેટલાક સાહિત્યરસિકો ટોરોન્ટોમાં ૨૯૭૫ ડોનમિલ્સ વેસ્ટ પર આવેલ ઓરિયલ કોમ્યુનિટી સેન્ટરમાં નિયમિત મળે છે અને સાહિત્યિક ચર્ચા વિચારણા કરે છે. કાવ્યો, નવલિકાઓ, લેખો કે પોતાની અન્ય કૃતિઓ રજૂ કરી ખુલ્લા દિલે ચર્ચા કરી વિવિધ કૃતિઓનો રસાસ્વાદ કરાવતાં સાહિત્યનો મધુરો આસ્વાદ માણે છે. અવારનાવાર દેશવિદેશના સાહિત્ય, સંસ્કૃતિ અને સંસ્કારવિદોના વિવિધ કાર્યક્રમો પણ આ સંસ્થાના ઉપક્રમે યોજાય છે. ભૂતકાળમાં નવલકથાકાર શ્રી જયંતિ દલાલ, કવિવર ધીરુભાઇ પરીખ, ફાધર વર્ગીસ પૉલ, પ્રોફેસર ડૉ. રંજના હરીશ, કવિશ્રી ચિનુ મોદી, ગઝલ શિરોમણી આદિલ મન્સૂરી, બિસમીલ મન્સુરી, અદમ ટંકારવી, અહમદ ગુલ અને બેદાર લાજપુરી, રસીસ મણિયાર, માધવ રામાનુજ, રજનીકુમાર પંડયા વગેરેએ આ સંસ્થામાં પ્રસંશનીય કાર્યક્રમો મારફત ટોરોન્ટો અને આસપાસના સાહિત્યરસિકોને સાહિત્યના વિવિધ ળ્ષેત્રે મનનીય વ્યાખ્યાનો કે કવિ સંમેલનો દ્વારા રસાસ્વાદ કરાવ્યો છે. વળી આપણા સાહિત્યકારોની જન્મ શતાબ્દિ, સંવત્સરી કે અવસાન થતાં શ્રધ્ધાંજલિના કાર્યક્રમો પણ યોજયા છે.
આપણા સાહિત્યકારોને સન્માનવા ઉપરાંત અહીંના સમાજને એમનાથી પરિચિત કરવાના કાર્યક્રમો પણ અવારનવાર યોજાય છે. કેનેડા વિષે આપણા દેશમાં રસ વધે એ માટે કેનેડાની સરકાર અને આપણા ગુજરાતીઓ સજાગ છે. કેનેડાના ડાયસ્પોરા લેખકો પણ આ વિષે સજાગ છે. કેનેડામાં વસતા ગુજરાતી લેખકો, કવિઓ, સાહિત્યકારો વિષે કેટલાક ગુજરાતી સંશોધકોએ અવાર નવાર એમની સાહિત્ય પ્રવૃત્તિ અને ગુજરાતીઓના આ ક્ષેત્રે ફાળા અંગે માહિતી એકઠી કરી છે. દા.ત. પ્રો. રંજના હરીશ, પ્રો. નૂતન જાની, પ્રો. બળવંત જાની, પ્રો. અમીના અમીન, પ્રો. અસ્મા સૈયદ, વગેરે નામો બહુ જાણીતાં છે. શબ્દસેતુના આવા અનેક અથાક પ્રયાસોમાં કેનેડામાં વસતી ગુજરાતી પ્રજા, ગુજરાતી સાહિત્યરસિકો અને નવી પેઢી વધુ જાગ્રત થઈ વધુ રસ લેતા થાય એ હેતુથી શબ્દસેતુ અને ગુજરાત એકસપ્રેસ સાથે મળી ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના વિકાસ સાથે ગુજરાતી ભાષા અહીં કેનેડામાં વધુ ખીલે અને સમૃધ્ધ બને એ માટે પ્રયાસ કરવાનો નિર્ણય કર્યો છે. એ માટે સૌ ગુજરાતીઓ, ગુજરાતી મંડળો, આપણી ધાર્મિક સંસ્થાઓ વધુ સજાગ બની એમાં રસ લે એ જરૂરી છે.
અમારી અપેળ્ષા છે કે આપ આટલું કરવા પ્રેરાશો તો ગુજરાતી ભાષા, ગુજરાતી સમાજ અને ગુજરાતી સંસ્કૃતિ આવતી કાલે વધુ સમૃધ્ધ બનશે.
- ઘરે ગુજરાતી બોલો અને ગુજરાતી બોલાય એવો આગ્રહ રાખો.
- સાહિત્યિક કાર્યક્રમો.માં રસ લેતા થઈ એમાં હાજરી આપો.
- કેનેડામાં ગુજરાતી ભાષાનું મહત્વ વધારવા કલમ ઉપાડો અને વાર્તા, કવિતા, કે જીવનના કોઈ અનુભવ વિષે લખો અને અમને મોકલો. તમારા લખાણને સુધારી સાહિત્યિક બનાવી અમે વર્તમાનપત્રમાં છપાવીશું.
 કોને ખબર છે કાલ તમે સારા જ નહિ નામાંકિત લેખક, કવિ કે વાર્તાકાર બની જાઓ.
- તમે અંગ્રેજીમાં ટાઈપ કરો અને ગુજરાતીમાં છપાય એવા ફોનેટિક ફોન્ટની સીડી પણ ભેટ આપીશુ.
શબ્દસેતુ ટોરોન્ટોમાં વસતા ગુજરાતીઓની સાહિત્યિક સંસ્થા – ગુજરાતી ભાષામાં પ્રેમ જગવવા, ગુજરાતીઓને આવકારતી, પ્રોત્સાહન આપતી સર્વ ગુજરાતીઓની જ ગુજરાતીઓ માટે સંસ્થા.
જયાં જયાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
‘ગુજરાત એકસપ્રેસ’ના સહકાર અને સૌજન્યથી

Please note that we will have our mothly meeting on Sunday April 13, 2008
Sunday April 13, 2008 from 2.00 pm to 5:00 pm
Oriole Community Centre – Craft room on ground floor – left side
2975 DonMills Road
North York, Ontario
Kishore Shabsetu.


Responses

  1. shabdasetune khub khub abhinandan

    all the best for ur bright future……..!!

  2. જાણીને બહુ જ આનંદ થયો. થોડી ઈર્શ્યા પણ !!

  3. શુભેચ્છાઓ…

  4. પ્રિય જયભાઇ અને કિશોરભાઇ,

    શબ્દસેતુ વતી તમારો સંદેશો વાંચીને આનંદ થયો. ગુજરાતી ના વિકાસ અને પ્રસાર માટે કેનેડામાં થતા સંન્નિષ્ઠ પ્રયાસોનો હું સાક્ષી
    રહ્યો છું અને તેની જ્વલંત સફળતા ઇચ્છું છું. મારા લાયક કામકાજ
    લખશો.

  5. Good approach & activity.Wish you succ!


Leave a response

Your response:

Categories