હું કોઇની કચરા પેટી બની ગયો છું?
હું કોઇની કચરા પેટી બની ગયો છું?
મેં કોઇને કચરા પેટીમાં નાંખ્યો છે ?
કોઇ કોઇને કચરાપેટીમા નાંખતું હોય ત્યારે
ભલે મૂક પણ સંમતિ આપી છે?
હું રૂપી કચરાપેટીમાં કચરો ભેગો થયો હોય ,
ત્યારે મેં એને સલામત જગ્યાએ નાંખી દીધો છે
કે કચરા પેટી ઉભરાવવ દીધી છે ?
કે મેં કચરાપેટી રાખીજ નથી ?
જેથી મારું અસ્તિત્વ કચરાપેટી જેવું
બની ગયું છે ?
હું તો જોતોજ રહ્યો કયાંથી આટલું બધું ઉલેચાવા માંડ્યુ ?
_રામપ્રસાદ દવે

હું તો જોતોજ રહ્યો કયાંથી આટલું બધું ઉલેચાવા માંડ્યુ ?
_રામપ્રસાદ દવે
it’s nice poem by Ramprasad
By: વિશ્વદીપ બારડ on April 7, 2008
at 9:04 pm