Posted by: bazmewafa | March 28, 2008

મદીનાના મુસાફર _’દીપક’બારડોલીકર

 assembler.jpg 

                          અલ્લાહના અંતિમ નબી હજરત મોહમ્મદ(સલ.)ના 99 સુંદર નામો પૈકી એક સુંદર નામહાશિર’(સર્વને જોડનાર)

નાત(પ્રશસ્તિ કાવ્ય)

દીનાના મુસાફર કાજ દિલના દ્વાર ખોલે છે
મુકદ્દર એમનું અલ્લાહ પારાવાર ખોલે છે.

પ્રશસ્તિમાં નબીની ઓષ્ટને પળવાર ખોલે છે
જીવન મે’લાતમાં બારી એ ખૂશ્બૂદાર ખોલે છે.

ખુદાને પામવાના પંથની હું ધૂળ થઈ જાઉં
કે એ નૂરાની રસ્તો અહમદે મુખ્તાર ખોલે છે.

રગેરગમાં વસાવે છે નબીના પ્યારની ખૂશ્બૂ
પડેછે એનાં પગલાં ત્યાં ખુદા ગુલઝાર ખોલે છે.

દરજ્જો એમનો કેવો હશે ઈન્સાન શું જાણે?
ખુદા ખુદ જેમના માટે ગગનના દ્વાર ખોલે છે .

આ બુધ્ધિ લાખ ચાહે તોયે જે ખૂલી નથી શકતાં
રહસ્યો એ બધાં ‘દીપક’ નબીનો પ્યાર ખોલે છે.

_’દીપક’બારડોલીકર

(સિરાતે હરમમાંથી સાભાર)

 

The prophete Muhammad’s (swl) 99 names

Click the URL


Leave a response

Your response:

Categories