Posted by: bazmewafa | 03/28/2008

મદીના ! મદીના!__મુહમ્મદઅલી વફા

masjide-nabavee.jpg

મસ્જીદે નબવી, મદીના

normal_231.jpg

મદીના શહેરનું એક દ્રશ્ય,મસ્જીદે નબવી મધ્યમાં દ્રષ્ટિમાન છે.

મદીના ! મદીના!__મુહમ્મદઅલી વફા

જન્નત બને છે મદીના મદીના.
ખુદા અર્પી દે છે મદીના મદીના.

અધર પર ફરે છે મદીના મદીના.
હૃદયમાં રમે છે મદીના મદીના.

વસી છે નજરમાં બધી નુર મહેફિલ
નબીની જ્મીં છે મદીના મદીના.

કદમને જરા આ અદબથી ચલાવો,
ધરા પણ જપે છે મદીના મદીના.

જુઓ ત્યાં ઉભો છે મિનારો ને ગુંબદ,
હવે લબ વદે છે મદીના મદીના.

ગલીઓ સુહાની મહેકે ગુલો સમ,
નગર એ બને છે મદીના મદીના.

સલામો કરો અર્જ નબીજીને રોઝે,
કરમની ફળી છે મદીના મદીના.

નમાઝો ,સલામો, સલાતો ,પ્રશસ્તિ
તકો સૌ ધરે છે મદીના મદીના.

‘વફા’ દર્દ નો પાલવ જઈ પ્રસારે
હિદાયત ધરે છે મદીના મદીના.

લબ=હોઠ
હિદાયત=સત્ય પ્રતિનું માર્ગ દર્શન

4ડીસેંબર2007

સૈયદે અબરારનુ -મોહમ્મદઅલી ”વફા”

સાંભરું છું હું સતત નામ તુજ દરબારનુ.
છેપ્રથમ તુજ નામ ને તે પછી સરકારનુ.

યા ઇલાહી હું વદું બક્ષિસ ની ઉમ્મીદ લઈ,
જીવન મનેતુ કર અતા સૈયદે અબરારનુ.

સૈયદે અબરાર=હજરત મોહમ્મદ પયગંબર(સલ.)
યા ઇલાહી= હે ખુદા

સરકાર= જરત મોહમ્મદ પયગંબર(સલ.)નું માનાર્થ નામ

 

મસ્જીદે નબવી અને મદીના શહેરની એક સુંદર સ્લાઈડ.

http://haqaonline.lightuponlight.com/pg/displayimage.php?album=4&pid=197&slideshow=5000

Madina slide show

 

http://community.webshots.com/slideshow/408169888enLuWB?mediaPosition=20

મિનારો માં થઇ ગુંજતી એ અઝાનો.
ને કાનોં ને સંભળાયે જાણે મદીના.

કદી ના ભુલાશે એ રસ્તાઓ ગલીયો,
કે જ્યાં હું ફરીતી, મદીના મદીના.

એ રોઝે મુબારક, રિયાઝુલ જન્ના,
નમાઝો પઢી એ મદીના મદીના.

‘ઓ સરકારે આલમ’ છે મારી દુઆ આ,
ફરી થી બતાવો મદીના મદીના

-રઝિયા મિર્ઝા ’ રાઝ’


Responses

  1. મિનારો માં થઇ ગુંજતી એ અઝાનો.
    ને કાનોં ને સંભળાયે જાણે મદીના.
    કદી ના ભુલાશે એ રસ્તાઓ ગલીયો,
    કે જ્યાં હું ફરીતી, મદીના મદીના.
    એ રોઝે મુબારક, રિયાઝુલ જન્ના,
    નમાઝો પઢી એ મદીના મદીના.
    ‘ઓ સરકારે આલમ’ છે મારી દુઆ આ,
    ફરી થી બતાવો મદીના મદીના


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 40 other followers