Posted by: bazmewafa | March 28, 2008

ગમે છે કહી દે_દીપક બારડોલીકર

masjidenabvi.jpg

ગમે છે કહી દે

આ ગુલશન આ સહરા ગમે છે કહી દે.
ઓ મન,રબની રચના ગમે છે કહી દે.

ચહું સૌ નબીઓને કિંતુ વિશેષે
જગતના પ્રણેતા ગમે છે, કહી દે.

નથી વિશ્વમાં જેનો પર્યાય કોઈ
મુકદ્દસ એ કાબા ગમે છે, કહી દે.

છે શબ્દોમાં હિકમતના દરિયાના દરિયા
એ રોશન સહીફા ગમે છે, કહી દે.

‘સિરાજમ_મુનીરા’નું વાહન થઈ ગઈ
એ કલ્યાણ_ કિસ્વા ગમે છે, કહી દે.

કયામત સુધી જેની અઝમત અવિચલ
એ તયબા, એ બતહા ગમે છે, કહી દે.

અતિ અલ્પછું, ગર્વ શોભે ન ‘દીપક’
મને કરવા સજદા ગમે છે, કહી દે.

(‘સિરાતે હરમ’_દીપક બારડોલીકરના સાભાર સૌજન્યથી)

રોશન સહીફા= પવિત્ર કુર્આન
સિરાજમ_મુનિરા=ચમકતો દીપક(પયગંબર મોહમ્મદ (સલ.)નું એક ઉપનામ)
કિસ્વા= ઉંટણીનું નામ જેના પર અલ્લાહના અંતિમ નબી મોહમ્મદ (સલ.)એ સવારી કરેલી.
તયબા=મદીના(જયાં અલ્લાહના અંતિમ નબી મોહમ્મદ (સલ.) દ્ફન થયા છે.)
બતહા=મક્કા(શરીફ)

Names of Prophet

http://www.youtube.com/watch?v=aJWwnHz5AzI

 

Leave a response

Your response:

Categories