Posted by: bazmewafa | 03/27/2008

દિલની ઝબાનમાં_મરીઝ

khoonnaaansu.jpg 

આગળ જતાં એ ખૂનનાં આંસુ બની ગયાં,

દિલની ઝબાનમાં

સુંદર જીવનની યોજના આવી છે ધ્યાનમાં.
આવી જજો ના આપ ફરી દરમિયાનમાં.

પૂરી તું કર નમાઝ અગર હોય ભાનમાં,
ઓ શેખ ! મસ્ત થઇ ગયો હું તો અઝાનમાં.

બસ એટલી કમી છે કોઇ મહેરબાનમાં,
હો લાખ પ્રેમ તોયે રહે સ્વભિમાનમાં.

એને જીવન સમજ ન બૂઢાપામાં દે ખુદા !
જેણે વિતાવી હોય જવાની ગુમાનમાં.

કોઇ સહાય દેશે એ શ્રધ્ધા નથી મને,
શંકાનું હો ભલું કે રહું છું સ્વમાનમાં.

સંભાળ દાનવીર કે પાછળથી થાય છે,
પસ્તાવો કંઇક વાર આપાએલા દાનમાં.

એને છુપાવીએ તો કથા દિલપઝીર હો,
એવાય છે પ્રસંગ જીવન દાસ્તાનમાં.

એમાંથી જો ઉખેડે તો આભાર ઓ હરીફ,
સંતોષ ખુદ મનેય નથી મારા સ્થાનમાં.

કુદરતનું રમ્ય મૌન ઘડીભર મને મળે,
કરવી છે કંઇક વાત તમારી ઝબાનમાં.

ઓ દિલના દર્દ જોઇએં એવી વિચિત્રતા,
ખુદ એમનાથી ભુલ હો એના નિદાનમાં.

ઉપરર્થી જો જુઓ તો હું રઝળું છું ચોતરફ,
જાણે છે કોણ ? હું છું હજી મારા સ્થાનમાં.

મારા પ્રણયનો કિસ્સો નહીં આપને કહું,
ડર છે મને કે આપ રહો કોના ધ્યાનમાં.

એનો હિસાબ થાશે કયામતના દિવસે,
ચાલે છે આવું ખાતું સુરાની દુકાનમાં.

ઇઝ્ઝત એ શું જેનો સ્થિતિ પર મદાર હો,
દુનિયાથી પર બને તે રહેછે સ્વમાનમાં.

આગળ જતાં એ ખૂનનાં આંસુ બની ગયાં,
એ ખૂન જે રહી ન શક્યું ખાનદાનમાં.

તોફાન ક્યાં જગતન અને કયાં અમે ‘મરીઝ’
દરિયાનું જોર ખાલી થયું છે સુકાનમાં.

હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ’મરીઝ’
ગઝલો ફકત લખયછે દિલની ઝબાનમાં.

(આગમન_33)

મરીઝની રમૂજવૃત્તિ_શેખાદમ આબુવાલા

મરીઝ પૂછે મૌલ્વીઓને

ગુજરાતીના ગાલિબ અને શાહી શે’ર લખનાર મરીઝને જેણે જોયા હશે, તે જાણતા હશે કે એનો ચશ્માંધારી ચહેરો જ કંઇ એવો છે ,જાણે માતમ કરીને આવ્યા હોય…
વાત કરેતો ગંભીર રીતે અને તેમાંથી કોઇ ચમતકૃતિની ચિનગારી ઊઠશે,એનો અણસાર પણ ન આવે.

‘લીલા’ના રંગીન અને મસ્ત શાયર આસિમ રાંદેરી હજ શરીફથી પાછા આવ્યા પછી લગભગ બદલાઈ ગયા છે.એમના વર્તનમાં પણ્ ફેરફાર થઈ ગયો છે.સૂટ બૂટ્માં રહેતા,આંખે સુરમો લગાવતા શાયર હવે,’હાજી’ કહેવાય છે.અને એમના ચહેરા પર હવે અલ્લાહના નૂર જેવી દાઢી પણ શોભી રહી છે.
એક દિવસ ,મુંબઈમાં ,આસિમને ત્યાં કેટલાક મૌલવીઓ બેઠા હતા.અને મઝહબની ચર્ચા ચાલી રહી હતી…..ત્યાં મરીઝ પહોંચી ગયો.ઘૂમતો ..ઘૂમતો… ઝૂમતો.. ઝૂમતો …
મરીઝે મૌલ્વીઓને પૂછ્યું : ક્યોં ?

‘એક સવાલ હૈ, ઐસા ક્યોં ફર્માયા ગયા કે ચાંદ દેખકે રોઝા રખ્ખો ,ઔર ચાંદ દેખકે ઇદ કરો?’
  એક મૌલ્વીએ કહ્યું : ‘ઠી ક હી તો ફરમાયા ગયા હૈ કે ચાંદ દેખકે રોઝા રખ્ખો ,ઔર ચાંદ દેખકે ઇદ કરો’એતરાઝ કયા આપકો ઇસમેં ?
  મરીઝે નમ્રતાથી પૂછ્યું : ‘તો ફિર અંધા આદમી કૈસે મુસલમાન બન સકતા હૈ ?

(જ્માલપુરથી જર્મની_ શેખાદમ આબુવાલા પૃ_142)
કાશ આ લેખની તારીખ પણ પ્રાપ્ય હોત. સદર પૂસ્તક 1999નાં આસપાસ પ્રકટ થયેલ છે. પરંતુ આ લેખ ઘણો જુનો છે.


Responses

  1. once upon a time
    Mariz told to shekhadam”Mane badha Gujarat no Galib Mane chhe”

    Shekhadam replied” Tu peevanu chhodi de nahitar badha tane GUJARAT NA ‘ MILTON’ Kehse”

    (Remark-Milton was blind)
    This is real story)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 40 other followers