ન પહોંચે તો ચાલે
બધું લોક સુધી ન પહોંચે તો ચાલે.
બધું લોક સમજે નહીં તોયે ચાલે.
નદી ગામમાંથી વહે નૈં તો ચાલે.
વૃક્ષોને પાંખો ફૂટે નૈં તો ચાલે.
પવન સૂર્ય થઇને બળે નૈં તો ચાલે.
બધું પ્રેમ બોલે નહીં તો ય ચાલે.
સ્મરણ આંખમાંથી ખસે નૈં તો ચાલે,
બધા માર્ગમાં એ મળે નૈં તો ચાલે.
બધી પ્રાથનાઓ ફળે નૈં તો ચાલે,
કવિતા કવિ પણ લખે નૈં તો ચાલે.
_ શૈલેશ ટેવાણી
ગઝલનો છેલ્લો મિસરો અન્ય કવિનો છે._બઝમ
Posted in ગઝલ