
ગુર્જર મુસ્લીમ_ 1972 સ્નેહ સમ્મેલન ટોરંટો, કેનેડા
તા.22માર્ચ2008 ના શનિવારની સંધ્યાએ થોર્નકલીફ પાર્ક માં આવેલ થોર્નંકલીફ બેંકેટ હૉલમાં 36 વર્ષો પછી 1972મા કેનેડા આવી સ્થાયી થનાર ગુર્જર(ગુજરાતી) મુસ્લીમ ભાઇ_બહેનોનું એક સુંદર સ્નેહ સંમેલન ગોઠવાયું હતું.250 જેટલા માણસોની ચિક્કાર હાજરીમાં અન્ય જૂની યાદો અને તેને ખાટી મીઠી સ્મૃતિઓ રજૂ કરાઇ હતી.
એનાં સંયોજ્કોમાં ભાઇ જ,સિરાજ ઠાકોર,જ,ઝૈનુલઆબેદીન ઉકાડિયા, ,જ.ઈદ્રીસ ભૈયાત અને જ.નસરુલ્લાહ ખાન વિ.એ ઘણી જહેમત ઉઠાવી આ પ્રોગ્રામની સફળતા માટે અનહદ પ્રયાસ કર્યો હતો.
પ્રોગ્રામ સાંજના5:30 થી લઇ રાતના 10:30 સુધી ચાલ્યો હતો. કેંબ્રીજ.ઓશાવા,અને મોંટ્રિયાલના મહેમાનો પણ તશરીફ લાવ્યા હતા.પ્રોગ્રામની શરૂઆત જ,કારી કાસીમ ભોલ સા.નં કંઠે પવિત્ર કુરઆન ની તિલાવત થી થઇ હતી. તે પછી હજરત મૌલાન ખલીલ સહબ(દા.બ.)નું ઈમાન અફરોઝ બયાન થયું હતું. પ્રોગ્રામનું સંચાલન જ.આબેદીન ઉકાડિયા અને જ,સિરાજ ઠાકોરે ઘણાં ઉલ્લાસ પૂર્વક કર્યું હતું.
અન્ય વકતાઓમાં જ.ઈકબાલ મુસા બના(તડકેશ્વરી),જ.યાકુબ શેખ(કદોડવી),જ.ગફ્ફારભાઇ શેખ , જ.અબ્દુલહૈપટેલ (કફલેતવી )અને જ.નસરુલ્લાહ પટેલ રહ્યા હતા.જ.ઈકબાલ બાનાએ એમના મર્હુમ પિતાશ્રી ગુજરાતી ભાષાના બેબાક,ઝિંદાદિલ શયર,આઝાદીના સંગ્રામના એક મુખ્લિસ સેનાની ની રચનાઓ સંભળાવી સભાજનોને રસ તરબોળ કરી દીધા હતા. કેનેડાના સ્થાનિક કવિ, અને વર્ષોથી સાહિત્યની સર્જનાત્મક પ્રવુત્તિથી જોડાયેલા જ.મોહમ્મદાલી વફા એ પણ પોતાની ના’ત.નઝમ,અને ઉર્દૂ ગઝલ રજૂ કરી હતી.
જૂની યાદો .તકલીફો, સાથે નવા આવનાર સમયની નવી ચેલેંજ ઉપાડવા પર ભાર મુકવામાં આવ્યો હતો. નવી પેઢીને ઉચ્ચ્માં ઉચ્ચ ગુણવત્તા વાળું શિક્ષણ મળે એની ફિકર થઇ હતી.રાજકીય સેવાઓ આપણે આ દેશમાં કઇ રીતે આપી શકીએં એના પર જ.અબ્દુલહૈ પટેલે પ્રકાશ ફેંક્યો,અને એક પ્લેટ ફોર્મ બનાવી દેશનાં રાજકરણમાં આપણો સક્રિય ફાળો અપવાનું આહવાન કર્યું હતું. અને દર વર્ષે આવું એક સ્નેહ સંમેલન ભરાય એનો સંકલ્પ થયો હતો’
1972માં કેનેડાના આગમન વખતે દામે ,દિરહમે ,સુખને(સમય,શબ્દો અને આર્થિક રીતે) મદ્દદ કરનાર ઉમદા વ્યક્તિઓ માટે આભાર દર્શન થ્યું હતું. ભાઈ અમાનુલ્લા પઠાણ, મર્હુમ યુસુફ વખારિયાના સુપુત્ર વિ.ને એમની અને એમના વડીલોની સમાજ સેવા બદલ માન પત્રની તકતીઓ અર્પણ કરવામાં આવી હતી. અને જેઓ 1972કે તે પહેલાં કેનેડા તશરીફ લઈ આવ્યા હતા,તેમના નિ:ધનની નોંધ લેવાઈ હતી.અને તેમના ઈસાલે સવાબ માટે દૂઆની દરખાસ્ત થઈ હતી.
હઝરત મૌલાના ખલીલ અહમદ સાહેબે પોતાન મહત્વનાં વકતવ્યમાં ઘણી ઉમદા ચીજો પર ભાર મૂક્યો હતો, જે દેશમાં રહીએ છીએં એની વફાદારી,પ્રેમ,કાયદાનું પાલન અને રક્ષણની જવાબદારીપર ભાર મુક્યો હતો. આપણા કોઇ પણ વર્તનથી દેશને નુકસાન ન થાય એની તકેદારી પર ભર આપી,દેશના તકાઝાઓ સમજી એની તરક્કી અને વિકાસનાં દરેક ક્ષેત્રમાં આપણો આગવો હિસ્સો હોવો જોઇએ,એવું મંતવ્ય વ્યકત કર્યું હતું.
નીચે દર્શાવાયેલી એક અછાંદસ રચના ભાઇ જ.સિરાજ ઠાકોરે પોતાની લાક્ષણિક ઢબે રજૂ કરી હતી.તે ઉપરાંત એમણે જ.મોહંમદઅલી વફાની એક રચના ‘બોત્તેરવાળાઓ.પણ રજૂ કરી હતી.
શીકવએ બોત્તેરિયા……..
ક્રિકેટ ના મેદાન પર, મેહ્ફીલોમાં કે ચાર ભેગા મળે ત્યાં ……
કહી ‘બોત્તેરીયા’ કરોછો મજાક અમારી,
છે એ હકીકત હું જાણું,
(પરંતુ) પહેરી ને જોડા અમારા, કદમ બેચાર, ચાલી બતાવો તો જાણું…!
આલિશાન ઘરો કે એપાટૅમેંન્ટો માં થયું છે સ્વાગત જેમનું ….
દિવસો સુધી બેગો લઇ,
વગર ઠેકાણે રખળી બતાવો તો જાણું
પહેરી ને જોડા અમારા,
કદમ બેચાર, ચાલી બતાવો તો જાણું…!
ખુલ્લા દિલોથી, હસ્તા ચેહરે
, ખુલ્યા દરવાજા છે આવકારમાં આપના….
YMCA ના COMMON HALL માં,
બેચાર રાતો કાઢી બતાવો તો જાણું…
પહેરી ને જોડા અમારા, કદમ બેચાર, ચાલી બતાવો તો જાણું…!
Airport થી મુકામે પહોંચતાજ,
ઝાપટી છે બિરયાની તમોએ…
વર્ષો સુધી વગર રોટલીએ,
જીવી બતાવે તો જાણું……
પહેરી ને જોડા અમારા, કદમ બેચાર, ચાલી બતાવો તો જાણું…!
મળ્યા છે જેમને આવતાંજ,
સુવા માટે મુલાયમ બિસ્તરાં ….
રાતો ઘણી બધી, SUBWAY TRAIN માં
ગુજારી બતાવે તો જાણું…..
પહેરી ને જોડા અમારા, કદમ બેચાર, ચાલી બતાવો તો જાણું…!
અમારા સહારા, સલાહ-સુચન,
અને દોરવણી થી થયા છે ઠરીઠામ જેઓ…
અજાણ્યા મુલક માં, વગર સહારે
, જામી બતાવે તો જાણું…..
પહેરી ને જોડા અમારા, કદમ બેચાર, ચાલી બતાવો તો જાણું…!
પુછો છો… છે શું પાસે તમારી…?
જમાં કર્યું છે શું તમોએ…?
એકી સાથે ઘરો બે-બે (અહીં અને INDIA માં),
ચલાવી બતાવો તો જાણું…..
પહેરી ને જોડા અમારા, કદમ બેચાર, ચાલી બતાવો તો જાણું…!
હક્કો તમારા જતાઓ છો,
અમારી ઉપર વારંવાર …..
બીવી-બાળકો, માં-બાપ, ભાઇ-બહેનો, હક્કો
એકિસાથે બધાના,
પુરા કરી બતાવો તો જાણું..
પહેરી ને જોડા અમારા, કદમ બેચાર, ચાલી બતાવો તો જાણું…!
થોડા-થોડા અંતરે મળે છે તમને આજે
, જગ્યા સિજ્દા કરવાની….
BROADVIEW થી ચાલતા જઈને, જૂમ્માં પઢવા જામી મસ્જિદમાં પઢી બતાવો તો જાણું…
પહેરી ને જોડા અમારા, કદમ બેચાર, ચાલી બતાવો તો જાણું…!
કહો છો વારંવાર કર્યું છે
શું બિજાઓ માટે તમોંએ…?
બે ચાર મસ્જીદ-મદ્રસાઓ
બનાવી બતાવો તો જાણું..
પહેરી ને જોડા અમારા, કદમ બેચાર, ચાલી બતાવો તો જાણું…!
કરોછો નિંદા અને વાતો પીઠ પાછળ અમારી….
બેસીને સામ-સામે,
જબાન ચલાવી બતાવો તો જાણું…
પહેરી ને જોડા અમારા, કદમ બેચાર, ચાલી બતાવો તો જાણું…!
કહોછો ઠોકીને છાતી,
લાવી છે તકદીર અમને અહિં અમારી….
છોડી જઈ બધું અહિં,
તકાત ઉપર તમારી
, આવી બતાવો ફરી તો જાણું…
પહેરી ને જોડા અમારા, કદમ બેચાર, ચાલી બતાવો તો જાણું…!
નગુણા થઇ, ઉડાઓ છો ઠેકડીઓ
અમારી કુર્બાનિઓની ….
બોલાવી બેચાર ને,
કરી બતાવો ઠરી-ઠામ તો હું જાણું…
પહેરી ને જોડા અમારા, કદમ બેચાર, ચાલી બતાવો તો જાણું…!
છોડ ‘સિરાજ’ આ બધી વાતો…
અહેસાન-ફરામોશોની…
મળશે બદલો તને આખેરત માં
, એ હકીકત જરુરથી હું જાણું…
પહેરી ને જોડા અમારા, કદમ બેચાર, ચાલી બતાવો તો જાણું…!
_સિરાજ ઠાકોર(B.E. Mech.)
Read the above story in Hindi script reported in some other web site please click the following URL
Posted in ઈતર | Tags: ગુર્જર મુસ્લીમ'72

