Posted by: bazmewafa | March 25, 2008

ગાલ ઉપર ખંજનો_ હિતેન આનંદપરા

hoth.jpg 

સનસનાટી

મુકતક

સનસનાટીની આંગળી પકડીને ધમરોળે મને.
 ટેરવાં નખ,સ્પર્શ મારાં થઇ તરછોડે મને.

આંગળી આ ધ્રૂજારી વારસાગત શ્રાપ છે,
આ ધ્રૂજારી આવતે જન્મેય નહીં છોડે મને.

 

ગાલ ઉપર ખંજનો

ગઝલ

પ્રેમ આખે જિંદગીનો મર્મ છે.
એ વિનાની સર્વ વાતો તર્ક છે.

ગાલ ઉપર ખંજનો હોતાં હશે?
એ તમારાં ટેરવાંનો સ્પર્શ છે.

શોર પર વાહ જો એની મળે,
એ જ ક્ષણ મારાં જીવનમાં પર્વ છે.

હોઠ તારા એજ છે પણ તે છતાં,
નામ ત્યાં મારું નથી_નો ફર્ક છે.

હું તને વાંચું નહીં તો શું કરું?
તું બધી યે વાતનો સંદર્ભ છે.

હું કરચલાથી સદા ડરતો રહ્યો,
આમ જોકે મારી રાશિ કર્ક છે.

_ હિતેન આનંદપરા

Responses

ગાલ ઉપર ખંજનો હોતાં હશે?
એ તમારાં ટેરવાંનો સ્પર્શ છે.

My all-time favorite sher…

હું કરચલાથી સદા ડરતો રહ્યો,
આમ જોકે મારી રાશિ કર્ક છે.

I like this style…!!

nice gazal…

Leave a response

Your response:

Categories