Posted by: bazmewafa | March 24, 2008

ગોપીઓ ચાહે છે અખા ગામની_આઇ.ડી.બેકાર

ગોપીઓ ચાહે છે અખા ગામની

surat.jpg

એ કથા છે રૂપનાં લીલામની.
દેવીઓ દાસી બની છે દામની.

સ્વર્ગમાંહે અપ્સરાછે નામની,
કામમાં આવે છે વસ્તુ કામની.

શ્યામ છે પણ ભાગ્યશાળી તો ખરા,
ગોપીઓ ચાહે છે અખા ગામની.

સબ્ઝ પરીઓ ઉતરી કોલેજમાં,
ટીચરોની નાત છે ગુલફામની.

હિંદના દેવોને રીઝવવા હવે,
દેવીઓ લાવીશું બર્મિંગહામની.

પૂણ્યશાળીપાર્ક કેરી યોજના,
છે ખચિત વાંઢા તણા વિશ્રામની.

માનવીનાં પૂર્વજો નાહોત તો,.
વાનરોને શી પડી’તી રામની.

_આઇ.ડી.બેકાર


Responses

  1. [...] 8 http://bazmewafa.wordpress.com/2008/11/25/rangchhamaklan_bekar/ 9 http://bazmewafa.wordpress.com/2008/03/24/gopiochahechheakhagamni_bekar/ [...]


Leave a response

Your response:

Categories