Posted by: bazmewafa | March 17, 2008

સાથીઓ બદલ્યા કરે_જનાબ આઈ.ડી.બેકાર

saathi.jpg 

સાથીઓ બદલ્યા કરે

સાથીઓ બદલ્યા કરે જે ડેંન્સ માં.
એ ભમરડી શું રહે બેલેંસ મા
.
પ્રેમ પણ વેચાય પાઉંડ પેંન્સ માં,
કેમ આવે મારી કોમન સેંન્સ માં.

કેમ જામે મેળ એ જોડીનો હવે,
હિન્દ મા મીસ્ટર મીસીસ એથેંન્સ મા.

માંગનારા ની નજર બચાવવા,
છ્ત્રીને આગળ ધરી ડીફેંન્સમા.

એમની જાતિ કરો નક્કી હવે,
બેસી રહે ભરાય જે વીમેંન્સ માં.

_ જનાબ આઈ.ડી.બેકાર.રાંદેરી,ખાનપુરી(મર્હુમ)થોડા શેરો:

આજ એનો થઈ ગયો ઘટસ્ફોટ છે,
કે’બેકાર’ તો સાવ નર્યો ભોટ છે.

ચુંટણી આવે અને ચાલી ગઈ,
તો પણ ફાટેલ એનો કોટ છે.
************************ ***************
માની લીધું કે એની પાંસે પાઈ પણ રાતી નથી,
ને નર્મદ સમ એની પોલાદની છાતી નથી.

એજ હું ;બેકાર; છું ,દર્શન કરીને ધન્ય થા,
ઓળ્ખ્યો ના મને ?જા તું ગુજરાતી નથી.

જનારાઓ કહી દેજો નવા આવનારાને
અમે કાઢ્યા નથી કાંદા તમે આવીને શું કરશો.
*********************************
બોધ બાળકો હવે દેતા થયા જીવન તણો,
કાલ ભત્રીજા હત તે આજ કાકા થઇ ગયા.

********* ***************************
આ હઝલ અને શેરો મે મારી યાદ દાસ્તના આધારે લખ્યા છે. જો કોઈ વ્યક્તિની પાંસે એમનો સંગ્રહ’ધરતી ના ધબકારા, હોય તો ક્રુપા કરી હઝલ, શેર મા કોઈ દોષ હોયતો જરુરથી ઈ-મેલ કરવા વિનંતી.સુધારો કરીલેવામા આવશે.
વફા.

હઝલ_11


Leave a response

Your response:

Categories