પસ્તાયા હશે
જોઇને લલના રૂપાળી એ તો લબદાયા હશે.
રૂપ નીરખી આજના મજ્નુઓ અંજાયા હશે.
કામ કરવાનું ગમે ના એમને તેથીજ તો,
પેટ ચોળીને પછી આળોટી અમળાયા હશે.
એ ધૂતારાઓએ ધુતવા કરતૂતો કેવા કર્યા,
જોત જોતામાં બધાયે લોક ભરમાયા હશે.
જેમને ચમચો હલાવવાની પડી હો ટેવ તો,
દોઢ ડાહ્યા છે ઘણા જે ઉલ્લુ કહેવાયા હશે.
કેમ ઈસે કાકા માથે હાથ દઇ બેસી ગયા?
હારીને બિંગો _કસીનોમાં એ પછડાયા હશે.
ધરમના નામે કરે જ્યારે ધતીંગો લીડરો,
એ જ થઇ અળખામણા અંતે વગોવાયા હશે.
શાદી ‘બાબર’ની તો ખાના આબાદી પૂરવાર થઇ,
એ હશે બીજા કે જે પરણીને પસ્તાયા હશે.
_બાબર બંબુસરી
(બ્લેકબર્ન,લેંકેશાયર,યુ.કે. મૂળ વતન:બંબુસર,જિ:ભરૂચ,)
હઝલ _ 9
Posted in ગઝલ