Posted by: bazmewafa | March 17, 2008

ઊંટ કહે : દલપતરામ

shiyar.jpgunt.jpg 

ઊંટ કહે

ઊંટ કહે: આ સભામાં,વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;

બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.

વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.

સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”

- દલપતરામ

હઝલ _ 12

Responses

ઘણાં વખતે આપના બ્લોગની મુલાકાત લીધી અને મઝાની રચનાઓ માણી. આભાર.

Leave a response

Your response:

Categories