Posted by: bazmewafa | March 16, 2008

વિલન બદલીને_રતિલાલ અનિલ

divalb.jpg 

રતિલાલ અનિલનાં મૂકતકો

વિલન બદલીને

નવી રાહતનાં નામે એક જૂની ત્રાસ બદલે છે.
વિલન બદલીને આ ભોળી પ્રજા ઇતિહાસ બદલે છે.

ચમનમાં ગુલ ઉગે કે થોર, શો ફરક પડશે?
સડેલાં ફેફસાં રાખીને દર્દી વાસ બદલે છે.

ચપરાશીનું સ્ટૂલ

આપણું છે આ જગતમાં એજ મૂલ્ય,
 શબ્દના પ્રત્યય વિના સઘળુંજ ડૂલ.

બારણાંની બહાર એ બેસી રહી,
જિંદગી જાણે કે છે ચપરાશીનું સ્ટૂલ
!

જર્મની નથી !

તૂટતી નથી દીવાલ અહી જર્મની નથી,
’આઝાદી’ નામની કોઇ દીવાનગી નથી.

કિલ્લાને સાચવી રહ્યા ચુંટણીનાં પોસ્ટરો,
સેનાપતિ ને શાહની પહેરેગીરી નથી
.

હાજરી પત્રક !

આ હાજરી પત્રક કહો,કેવું ઈનામ છે,
નિષ્કામ નામે ચડેલુ એક કામ છે.

મારીજ ગેર હાજરી અસ્તિત્વ થઇ ગઇ,
મહેફિલમાં હું નહોતો છ્તાં મારું નામ છે.

કબરને!
 ઊભી રહી કરે છે નજર તારું શું ગયું?
 ધનવાન થૈ છે કબર તારું શું ગયું?

જાનારતો જાન સમો જાન પણ ગયો,
તું તો જીવેછે જાન વગર તારું શું ગયું?

હઝલ_ 8


Leave a response

Your response:

Categories