ઝુડવા આવી
બૂઢાપામાં આ કાકાની કળાઓ ખીલવા આવી.
અને દાઢો જવાનીની હવે તો ફૂટવા આવી.
વિતી ગઇ જે જવાની તે ફરી રીવર્સ થવા આવી,
પૂરા છપ્પન થયા ત્યારે મને છંછેડવા આવી.
કમૂ કલકોલવા આવી અને રૂપા ફોલવા આવી,
સમરમાં વીઝા લઈ જાને મને ખંખેરવા આવી.
આ કાકી યુ.કે.માં આવીને પણ સીધી નથી રહેતી,
કોઇનું જોડવા આવી, કોઇનું તોડવા આવી.
મણી કાકીનું બાકી હતું ,તો છેવટે તે પણ,
યુ.કે.ને બોરડી સમજીને એને ઝુડવા આવી.
હિકાયત હૂરોની પઢતો હતો હું એકલો બેસી,
કિચનમાંથી હૂરીની માં ત્યાં માથું ફોડવા આવી.
હીટરની પાંસે બેસીને ઉમરજીએ ઉંઘી લીધું,
હસન તુ જાગ આ વાએઝતો પૂરી થવા આવી.
‘સૂફી’કિમત જો રુપિયાની ઘટી ગઈ તો નવાઈ શી,
અમારી વેલ્યુ પણ એક કોળીની થવા આવી.
_’સુફી’મનુબરી(બોલ્ટન,યુ.કે.)
(ગુજLISH ગઝલો _36)
હઝલ_ 7
Posted in હઝલ