Posted by: bazmewafa | March 14, 2008

કબૂતરનું મિસાઈલ__ અદમ ટંકારવી

kabutarnumissile.jpg 

કબૂતરનું મિસાઈલ

4_હઝલ

જીવ પર આવી ગયાનો ખેલ છે,
વાત આ કંઈ એટલી વણસેલ છે,

તાપમાં પીગળીને રેલો થઈ જશે,
કંઈ નથી બસ મીણનો એક મહેલ છે.

સંતની સાથે અટકચાળા ન કર,
આ મુલક પણ કેટલો વંઠેલ છે.

ચૂપ રહેવું બબ્બે મોઢે બોલવું,
આ બધી વાતોમાં એ કાબેલ છે.

જે રીતે દુનિયા આછોવાનાં કરે,
એમ લાગે દેવનો દીધેલ છે.

આમ જો પૂછો તો છાંટોય નથી,
આમ જો પૂછો તો રેલમ છેલ છે.

લ્યો કબૂતરનું મિસાઈલ થઈ ગયું,
આ અમેરિકા ય મહંમદ છેલ છે.

__ અદમ ટંકારવી

(ન્યુજર્સી 15-8=1999)

(અમેરિકા રંગ ડોલરિયો _145)

Leave a response

Your response:

Categories