Posted by: bazmewafa | March 14, 2008

ભવાઈ છે _ આસિત હૈદ્રાબાદી(સુરેશ કોટક)

hasai.jpg 

ભવાઈ છે
3_હઝલ

ચીનાઓ જેમ છોને થયા ભાઈ ભાઈ છે,
આદત_ સ્વભાવે આમ સદાના કસાઈ છે.

જીતો જો ચુંટણીતો મલાઈ મલાઈ છે,
બેસી જશો ને તો કમાઈ કમાઅઈ છે.

તલવારની લડાઈ તો ઈતિહાસ થઇ ગયો,
આજે હવે ચુનાવની ચાલુ ભવાઈ છે.

લાણી વચન થી થાય છે માગ્યા વગર જુઓ,
ખુરશીજ આબરૂ થકી આજે સવાઈ છે.

’આસિત’ની હાક ચોતરફ વાગે છે ગામમાં,
સૌએ કરે સલામ ,બધાનાજ ભાઈ છે.

_આસિત હૈદ્રાબાદી(સુરેશ કોટક)


Leave a response

Your response:

Categories