બાટલી છે ગામ
5_હઝલ
જે કહે જોષી છતાં વાત મેં માની નથી,
એક દિ મળશે ખજાનો કોઇ નિશાની નથી.
લે તને સાચી ખબર કે જાણ કારી પણ નથી.
શ્રીમતી એની હથોડાની છે દીવાની નથી,
સાથ નારીની મને નિરખી ભવાં ઉંચા થયા,
ભાઇ મારી શ્રીમતી છે,કોઇ બીજાની નથી.
પ્રેતનો છે વાસ એની જાતમાં તે છતાં,
એ ધુણે પણ શ્રીમતી એની બીવાની નથી.
જો છટક બારી મળે ઘુસે પ્રદેશીઓ અહીં,
છે જરૂરત તો અહીં દુલ્હનની વીઝાની નથી.
દાદ આપો હૉલ તાળીઓથી ગુંજાવો તમે,
તો મને લાગે સભામાં કોઇ વિરાની નથી.
વાત તો છે સાવ નાની પણ સમજવાની ખરી,
બાટલી છે ગામ ‘મુલ્લાં’નું ને પીવાની નથી.
_’મુલ્લાં’હથુરણી
હથોડા(એક ગામ,તાલુકો:મોટામિયાંમાંગરોલ જિ:સુરત)
દીવા= (એક ગામ,તાલુકો: અંકલેશ્વર જિ:ભરૂચ)
બાટલી(યુ.કે.નું શહેર,મર્હુમ મુલ્લાં હથુરણ સાહેબનું ગામ. મૂળ ગામ: હથુરણ જિ:સુરત)
(ગુજLISH ગઝલો ના સૌજન્યથી)
Posted in હઝલ