Posted by: bazmewafa | 03/13/2008

કાકા છે_નિસાર અહમદ શેખ ’શેખચલ્લી’

fanoos.jpg 

કાકા છે

1-હઝલ

કોઇને મન ભલેને એ આલુ_બટાક છે.
અમારા તો મુરબ્બી વર્ય હરજીભાઇ કાકા છે.

ઉતારા અંઇસી તંઇસી લઇને ફરફરિયું ચલાવે છે,
અરે એ અપનાવાલો પણ નર્યો દોસું કરાકા છે.

દબાવી સ્વીચ દુનિયાની દૂરની પાંસે કરી લીધી,
બરાબર રેડિયોવાલાને ત્યાં લંડન ને ઢાકા છે.

સબંધોને સગાઇ પણ ભૂલાવે સ્ટેજની દુનિયા,
અહીં બૈરી ભગિની છે, અહીં ભરથાર  કાકા  છે.

તમે પણ તીખી તમતમતી સુણાવીદો મિયાં મજનુ,
હવામાં જ્યાં જુઓ ત્યાં ભાષણો કેરા ભડાકા છે.

ભલેને મોઢિયું ટિચાયેલા ફાનૂસ જેવું છે,
છતાં વેપારમાં તો વાલજી પથ્થરથી પાકા છે.

નરી કટપીસની ફેરી નથી કંઇ શોખચલ્લીની,
જથાબંધ શાયરીના પણ અહીં તાકા ને તાક છે.

__નિસાર અહમદ શેખ શેખચલ્લી

હઝલોત્સવ

હઝલોત્સવ’_ બઝમે વફાના હઝલોત્સવ સપ્તાહમાં, ગુજરાતીની નામાંકિત હઝલો આ અઠવાડિયે મુકાશે. એની પ્રથમ કડી રૂપે મર્હુમ જ.’’શેખચલ્લીસા.ની આપ્રથમ હઝલ છે.શ્રેણીનાં અંતે એક હિન્દી અને એક ઉર્દૂની હઝલ પણ મુકાશે. હઝલએટલે શું? ગઝલના છંદોમાજ લખાતા વ્યંગ કાવ્યો છે. વાઁચકોને થશે કે આહઝલતે વળી કઈ બલા છે. જો અકબર ઇલાહાબાદીની ઉર્દૂ રચના જેમણે વાઁચી હશે,તે જાણે છે કે હઝલ શુઁ છે?તેઓ એક પઁક્તિમાઁ કહેછેકે,

તુમ બી.એ. પાસ હો તો મેઁ બીબી પાસ હુઁ

વ્યંગ,કટાક્ષ,ઉપહાસ,રમૂજ,હાસ્ય ,બધુંજ હઝલમાં આવે.એના ભય સ્થાનો પણ ઘણા છે.હઝલ,કુંઠલી કે વ્યક્તિગત રાગ દ્રેષ થી સર્જાયલી આક્ષેપ રચના ન બને એ માર્યાદા જાળવવી રહી.
ગુજરાતીમાં જ.આઈ.ડી.બેકાર,’શેખચલ્લીએ હઝલ સમ્રાટ ગણાયા છે. આશિત હૈદરાબાદી,અદમ ટંકારવી, પાંસે પણ હઝલો છે. અદમ આહેબ હઝલને ઘણી માર્મિક રૂપે રજુ કરીને અટ્ટહાસ્ય  બનવા દેતાનથી,પરંતુ ગંભીરતા તરફ લઇ જઇ કોઇ વિચાર મણકો આર્પી જાય છે. બ્રિટન વાસી સદગત મુલ્લાંહથુરણી તો હઝલનાજ જીવ હતા. પિંગળ શાસ્ત્રની પૂરતી માવજતથી હઝલ ને કંડારી છે.સુફી મનુબરી,અને બાબર બાંબુસરી રોજિંદા જિવનની સમતા,વિષમતા, કલેશ, બેવડા ધોરણની વૃતિઓ પર ચાબુક મારે છે..અને બ્રિટનાનાં મુશાયરાઓને જાફરાની બનાવી દે છે.
હિન્દીમાંતો એક આખું હઝલીસ્તાન છે,કાકા હાથ રસી,બેઢબ બનારસી વિ.અને હિન્દીના આ હઝલીસ્તાનનો ઉપયોગ(દૂર ઉપ્યોગ) રાજકારણીઓ એ ખૂબ કર્યો.હિન્દી કવિતા સંમેલનને ફારસમાં ફેરવી નાંખ્યું.. ઉર્દુના પ્રમુખ હઝલકાર અલાહાબાદ હાઇકૉર્ટનાં માજી ન્યાયાધીશ,અરબી,ફારસી,રઉર્દૂના મહાન વિદ્વાન,સમાજ સુધારક એક સંપૂર્ણ નેકદિલ ઈંન્સાન અલ્લામા અકબર ઈલાહાબાદી છે.

કીસીને જાકે રપત લિખવાઇહૈ થાને મેં.
અકબરખુદાકા નામ લેતાહૈ જમાનેમેં.

જેવા માર્મિક શેરોથી હઝલનાં વિશ્વની ઈજ્ઝત વધારી છે. અને હઝલને સાહિત્યિક ઉંચુ સ્થાન અપાવ્યું. નહીં તો ચિરકીન જેવા શાયરે ગંભીર કાવ્યોમાં પણ મળ,મૂત્રની ઉપમા વાપરી,ગાંભીર્યનો ઉપહાસ કર્યો છે. તમામ શાયર,કવિ મિત્રોને આમંત્રણ આપતાં આનંદની લાગણી અનુભવું છું કે એમની પાંસે કોઇ સુંદર હઝલ(છંદ બધ્ધ) હોય તો મોકલવા વિનંતી છે. બઝમે વફાને પોસ્ટ કરતાં આનંદ થશે.
અને એ કેમ ભૂલી શકાય કે ,અખાનાં છપ્પા,(ચાબખા) એ ગુજારાતી ભાષામાં હઝલનો માઇલ સ્ટોન છે.
  સંપાદક

 

 

 

 


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 40 other followers