
જામ લઈ લે
મહોબ્બતની મસ્તીનો એક જામ લઈ લે!
જીવન જીવવાનો સંરંજામ લઈ લે !
જરૂરત વિસામાની હો જિંદગી ને,
ફેરેબોની છાયામાં આરામ લઈ લે!
વફાઓને આંસુનો આપી દિલાસો,
કોઇ બે વફાનું ફરી નામ લઈ લે!
હૃદય હો અગર ડૂબવાની અણી પર,
સૂરાનાં જિગરમાંથી તું હામ લઈ લે!
સદા કેફમાં લીન તલ્લીન રહેવા,
કોઇનાં નયનમાંથી એક જામ લઈ લે!
દિલાસાની હો ભૂખ માયુસ દિલને,
મળે જે તને,તે અંજામ લઈ લે !
ન ઠરવનો તુજને મળે કયાંય આરો,
મહોબ્બત સમું તું પાક ધામ લઈ લે!
ધરા પર મળે જો ન ફરવાનું દ્રષ્ટિ,
ગગનમાઅંજ ભમવાનું તું કામ લઈ લે !
જવાનીનો આ થાક ને ‘સીરતી’ તું,
ભલો થઇ ખુદાનું હવે નામ લઈ લે !
_સીરતી
સુરાહી ચિત્ર- અદિલ મન્સૂરી(‘ગઝલ ગુર્જરી’ના સૌજન્યથી)
આપના પ્રતિભાવ