Posted by: bazmewafa | March 13, 2008

અમલ એવા નથી તો _ ‘મુલ્લા’રમૂજી

 

અમલ એવા નથી તો ?

jameen.jpg

2_હઝલ

જપે એ જાપ તો આઠે પ્રહર પૈસા ટકાનો છે,
કરેછે બંદગી ત્યારેજ એ બંદો ખુદાનો છે.

કહે છે લોક શાહીનો હવે તો જમાનો છે,
છતાં નેપથ્યમાં રણકારતો પૈસા ટકાનો છે.

ન દસ,દુનિયામાં ,સિત્તેર આકેબતમાં પામવાનો છે,
થતાં ‘ભિક્ષુક’ધારો શેખ પર રખડી જવાનો છે.

અમલ એવા નથી , તો આ બધો ઉત્પાત શાનો છે?
કહે દોઝખના રસ્તે ,ક્યાંથી જન્નતમાં જવાનો છે.?

પ્રભુતામાં કદમ માંડ્યા કે ખોલ્યું પોલ્ટ્રી _ફારમ,
હરમખાને,તામારા શેખજી ઘોંઘાટ શાનો છે.

ઉતારી સ્વર્ગ ધરતી પર ,પછી વિજ્ઞાની તું કહી દે,
ભલા મૃત્યું પછી દોઝખ વિના ત્ય કયાં જવાનો છે?

અસર અવકાશ યુગની થઇ ગઇ ‘લયલા; ઉપર કેવી?
જુએ છે ચન્દ્ર ઉપર ત્યાંથીજ મજનુ આવવાનો છે.

નવી દુનિયાની વાતો’મુલ્લા’,એ વિજ્ઞાનીઓ જાણે,
કે દાવો ‘શેખ’નો તો ‘દો જહાં’ને જાણવાનો છે.

_ ‘મુલ્લા’રમૂજી

(મર્હુમ મસ્ત હબીબ સારોદી સાહેબની એક હઝલ.જે એમણ ‘મુલ્લા’ રમૂજી ના ઉપનામથી લખતા હતા)

Leave a response

Your response:

Categories