પ્રતીતિ બહારની
(ત્રિપદી)
વાતાવારણમાં વર્તે અસર ખુદ ખુમારની,
મોહતાજ હોય ના એ કોઇના પ્રચારની,
આપે બહાર પોતે પ્રતીતિ બહારની.
તેઓને બાગબાન થવાનો છે ઈખ્તિયાર,
સમજે પ્રથમ ગુલોને ગુલોનો કરી વિચાર,
ચિંતા સતત કરે જે ચમનનાં વકારની.
માન આપે લાગણીની પ્રથમ એકમેકની,
રાખે છે પ્રશ્નમાં જે અપેક્ષા વિવેકની,
સમજે દશા અમારી છે કેવા પ્રકારની?
ક્યરેક એ રડેછે તો કારણ મળ્યા વગર,
આશ્ચ્રર્ય કોઇને શું, મને ખુદ છે દિલ ઉપર,
દુશ્મન પ્રત્યે લાગણી રાખે છે પ્યારની!
મારો રહ્યો સ્વભાવ કૈંક એવા પ્રકારનો,
કયારેય થઇ શક્યો નથી એના વિચારનો,
દુનિયા ભલે ન થૈ શકી મારા વિચારની.
કેવા પ્રકારે એનું ચમનમાં છે આગમન,
પુલકિત કરી શકી ન’હબીબ’ કોઇનુંય મન,
બુનિયાદમાંજ ખામી હશે કંઇ બહારની!
__ મસ્ત હબીબ સારોદી
(ઉસ્તાદે અજીઝ મર્હુમ જનાબ મસ્ત હબીબ સારોદીનાં પરિચય મટે નીચેનાં URLપર જવા વિનંતી છે.)
મસ્ત હબીબ,સારોદી_જીવન કવન
http://bazmewafa.wordpress.com/2007/06/23/mastahabibbsarodi/
Posted in નઝમ