કબરોનાં ભાગ્યમાં
એવું એ નથી ઓ કાળ! કે મંથનમાં રસ નથી.
અમૃત રહ્યું નથી તો સમંદરમાઅં કસ નથી.
દેખાય છે હજીય મને રણમાં ઝાંઝવાં.
દાવો અમસ્તો કેમ કરું કે તરસ નથી.
સાકીને ખાસ મારા વતી એટલું કહે,
મુજને શરાબે આમમાં છાંટોય રસ નથી.
જુઠાં પડે ન ક્યાંક તબીબોનાં ટેરવાં,
પ્રેમીની નાડ છે કોઇ મામૂલી નસ નથી.
લીલી_સુકી તો ‘શૂન્ય’ છે ચૈતન્યનું પ્રમાણ,
કબરોનાં ભાગ્યમાં કોઇ માઠું વરસ નથી.
__શૂન્ય પાલનપુરી
આપના પ્રતિભાવ