કયાં ભરોસો હોય છે

ક્ષણ, સદીનો ક્યાં ભરોસો હોય છે.
જિંદગીનો ક્યાં ભરોસો હોય છે.
ફળ અહીં એનું મળે ના યે મળે,
બંદગીનો કયાં ભરોસો હોય છે.
આવશે તો ગેબી રસ્તે આવશે,
શાયરીનો કયાં ભરોસો હોય છે
અબઘડી વરસ્યા કરેછે ,નાહી લો,
વાદળીનો કયાં ભરોસો હોય છે.
તૂર ઉપર નૂર જોવા ક્યં ગયા,
આંખડીનો કયાં ભરોસો હોય છે..
__ અહમદ મકરાણી
આપના પ્રતિભાવ