Posted by: bazmewafa | March 4, 2008

આદમની આડ વાત_શેખાદમ આબુવાલા

  

chagdor.jpg

ઈચ્છાની ચાવીએ ચાલતાં રમકડાં.

 

તેરે અવકાત નકલી હૈ! તેરે લમ્હાત નકલી હૈ !
તેરા ચહેરા તો અસ્લી હૈ, મગર જઝબાત નકલી હૈ.
કિતાબોંમે છિપે બૈઠે હૈં ,જો કિરદાર,
ઉનકી જિન્દગી જીનેદસે ક્યા મતલબ.
  _શેખાદમ

અનાસક્તિનો આપણે ગમે તેટલો ડોળ કરતાં હોઇએં,પણ જે આપણને ગમે તેજ ગમેજ.. આપણે જે કંઇ કરે છીએં_મરજિયાત ઇચ્છાથી ,તેમાં મરજી ઇચ્છાની હાજરી હોય છે.ગમા અણગમાના જ આપણે પૂતળાં છીએં.. ઈચ્છાની ચાવીએ ચાલતાં રમકડાંજ છીએં.

આ વળી કેવી આવડત?ફિલસુફીના ફટાકડા ફોડવાનો કોઇ આશય ખરો? સુખ અને દુ:ખ એતો માનવીનાં વલણે પાડેલં પગલાં માત્ર છે.જેને આપણે સુખ સમજતા હોઇએ છીએં,તે હકીકતમાં દુ:ખનુંજ નિમિત્ત કારણ કે રૂપ હોય છે.દુ:ખને પણ આપણે બરબર ઓળખી શકતા નથી. ‘જઝબીએ” આ વાત સરસ રીતે મુકી છે:

એશસે ક્યોં ખુશ હુએ ક્યોં ,ગમસે ઘબરાયા કિયે ,
જિન્દગી કયા જાને કયાથી ઔર કયા સમઝા કિયે.

આપણી જિંદગી એ રીતે ગેરસમજમાં પણ વીતી જતી હોય છે.તેમ છ્તાં આપણે ખુશ થતા હોઇએ છીએં.મારી પહેલી નવલકથાને ઈનામ મળ્યું.તેત્રીસ વરસ કાગળ પર કલમ ચલાવી આંગળીઓ વાંકી કરી નાંખ્યા પછી,સાહિત્યના ચોકીદારોએ મારી પીઠ થાબડી.ત્રીસ બત્રીસ વરસ સુધી દેશ અને વિદેશમાં નાકામ કોશિશ કર્યા પછી પણ એ કોશિશ છોડી દીધા પછી,મારી ઉર્દૂ ગઝલોની પહેલી લોંગ પ્લે રેકર્ડ બહાર પડી,જે ઈચ્છ્યું નો’તું તે પણ મળ્યું,અને જેની સતત ઝંખના કરી હતી એ પણ પ્રાપ્ત થયું.આપણે ભાવ વિભોર થઇ ગયા.હર્ષથી ગદગદિત થઇ ગયા.સ્વપ્ન સાકાર થયું જાણે એષને મોક્ષ મળ્યું. શું આટલા ટુંકા હોય છે એક કલાકારના સપનાં.આટલો તંગ હોયછે ,એક શબ્દ સેવકના શબ્દનો પાલવ?
હા અને ના. આ છે એ સવાલનો જવાબ.માયા સાથે જ્યારે આસક્તિ માંડી છે,ત્યારે માનવીની મનની ઈચ્છાનું ગણિત શૂન્યથી શરુ થઈને શૂન્યો સુધી વિસ્તરતું રહેવાનું.આંકડો કયાંય ગોથવાય છે ,તે તો વિધિજ નક્કી કરે છે.

ઉર્દૂ શાયર મીર તકી મીર કે મિર્ઝા અસદુલ્લાહખાં ગાલિબ વિષે વાંચીએ છીએં ત્યારે આપણી ઈચ્છાઓ સાંકડી ગલી જેવી બની જાય છે.ગાલિબની વાત જવા દઇએં_મીરનીજ વાત કરીએં.શકયછે એ પણ અહમનો વિચિત્ર ચહેરોજ હોય _ એ ખુમારી ને ખુદ્દાર હોવા છતાં કદાચ આત્મ છલના અને મિથ્યા આડંબર હોય.
  દિલ્લીમાં શાહ આલમના દરબારની કશી પરવા કે દરકાર કર્યા વિના મીર તકી મીરે જ્યારે લખનૌ જવાનો નિર્ણય કર્યો,ત્યારે ત્યારે આખી ગાડી ભાડે(ચારટર) કરાવવા જેટલા પૈસા ખીસામાં નો’તા ,એટલે મજબૂર થઇને કોઇ એક બીજા મણસ સાથે ગાડી ભાડે કરવી પડી.

મુસાફરીમાં સમય પસાર થાય એટલા ખાતર પેલા મુસાફરે મીર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો.મીર સાહેબે પોતાનું મોઢું ફેરવી લીધું .થોડી વાર પછી પેલા(ભોળા) મુસાફરે ફરી વાત કરવાની કોશિશ કરી એટલે મીર સાહેબ ચિઢાય ગયા બોલ્યા,’સાહિબ કિબલા,આપને કિરાયા દિયા હૈ,બેશક ગાડીમેં બેઠિયે ,મગર બાતોંસે કયા તઅલ્લુક .
 પેલા (બિચારા) મુસાફરે કહ્યું,’હઝરત ,ક્યા મઝાએકા હૈ,રાહકા શુગલ હૈ,બાતોંમે જરા જી બહલતા હૈ.’

મીર સાહેબના ગુસ્સાનો પરો ઊંચે ચડ્યો,ગરજી ઊઠ્યા,’ખેર આપકા શુગલ હૈ,મેરી ઝુબાન ખરાબ હોતી હૈ.’ મીર એક પ્રકારના આઉટ સાઈડર હતા,દુનિયામાં આવ્યા હતા,દુનિયામાં ફાવતું નો’તું.અને મજબૂર અને લાચાર થઇને રહેવું પડતું હતું.આત્મવિશ્વાસ પણ પાછો એવો હતો કે,શયરીમાં સમજનારાઓને ઠોઠ સમજતા હત.ચાલો,એની સામે વાંધો નલઇ એં_પણ હાફિઝ અને શેખ સા’દી જેવા શાયરે આઝમને પણ શાયર સમજતા નો’તા.

આ વલણને શું આપણે ખુમારી કહીશું ? એક વાર લખનૌમાં કો’કે મીરને પૂછ્યું,’કયું હઝરત ,આજકલ શાઇર કૌન હૈ ?’
 મીરે જવાબમાં કહ્યું .’એક તો સોદા(મિર્ઝા મહમદ રફી સૌદા) દુસરા યે ખાક સાર હૈ.(એટલે પોતે નાચીઝ). થોડી વાર રહીને કહ્યું,’આધે (શાયર) ખ્વાજા મીર દર્દ…
  કોઇ બીજાએ એમના પ્રતિ સ્પર્ધી સૈયદ મુહમ્મદ મીર’સોઝ’વિષે પૂછ્યું, તો ચિઢાઇ જઇને બોલ્યા ,’મીર સોઝ સાહિબ ભી શાઇર હૈ?’ જ્યારે કહેવામાં આવ્યું કે આખરે સોઝ નવાબ આસિફુદ્દૌલાહના ઉસ્તાદતો ખરાને ?ત્યારે મીર તકી મીરે કહ્યું,’યે હૈ તો પોને તીન( શાયર) સહી’

અને ગાલિબ જેવા ગાલિબ ,જેમણે પેંશન મેળવવા માટે ,કંઇ કેટલા પેંતરા કર્યા હતા તે,મીર તકી મીરને મહાન શાયર માનતા હતા.જેનો ઉલ્લેખ ગાલિબના કેટલાક શેરોમાં મળે છે.મીર જિંદગીમાં નવાબ કે અમીર કોઇને ગાંઠ્યા નો;તા.મોહતાજ થવું પડ્યું હતું,છ્તાં સો વરસ સુધી એ પાગલ શાયર ટકી શક્યો હતો.
  મીર એ રીતે યોગી હતા.શાયરી એની યોગ સાધના હતી.શું આપણે મીર જેવા કે એના એક અંશ જેટલા છીયેં ખરા ?આ સવાલનો જવાબ આપીને મારે લજ્જીત થવું નથી,બીજાઓને શરમિન્દા કરવા નથી.


Responses

  1. શેખ આદમનો બાયો ડેટા મેળવી આપશો તો આભારી થઈશ.

  2. Remember Mr.Sheikhadam Abuwala….
    His living and writting will keep him alive for years to come.

    ઈચ્છાની ચાવીએ ચાલતાં રમકડાં.

    તેરે અવકાત નકલી હૈ! તેરે લમ્હાત નકલી હૈ !

    તેરા ચહેરા તો અસ્લી હૈ, મગર જઝબાત નકલી હૈ.

    કિતાબોંમે છિપે બૈઠે હૈં ,જો કિરદાર,

    ઉનકી જિન્દગી જીનેદસે ક્યા મતલબ.

    શેખાદમ

    http://www.yogaeast.net
    http://www.bpaindia.org
    Trivedi parivar


Leave a response

Your response:

Categories