ગાલિબકા અંદાઝે બયાં

હે,ખ઼યાલે હુસ્ન મેં, હુસ્ને અમલ કા સા ખ઼યાલ
ખ઼ુલ્દ કા એક દર, હે મેરી ગોર કે અંદર ખુલા
અર્થઃ ગાલિબે આ શેર માં એક ખુબસુરત અંદાજ માં પોતાની પ્રેયસી ની યાદ, મનન, કે ચિંતન ને એક પૂણ્ય કે સવાબ નુ કામ કહયુ છે. મુસલમાનો ની માન્યતા મુજબ સારા અને પૂણ્યના કામ કરનાર લોકો, કબરનો ગભરાટ અને ભયંકરતા થી બચી જાય છે. અને કબર મા સારા નરસા કરેલા કામોનો હિસાબ લેવા આવનાર બે ફરિસ્તા, નકીર ને મુન્કીર, ના કોપ થી બચી જાય છે, ઇસલામની માન્યતા મુજબ નકીર ને મુન્કીર ને અલ્લાહે મરી ગયેલા લોકો ની કબર માં જઇ તેના સારા નરસા કામ નો હિસાબ લેમા માટે મુકરર કરેલા છે. તેઓ પાસે એક ચોપડી હોય છે જે એમાલ-નામા કહેવાય છે. તેમા મરનાર ના દરેક કામ નુ વર્ણન હોય છે. જેની ચોપડી ખરાબ કામો થી ભરેલી હોય છે તેના પ્રત્યે આ ફરિસ્તાઓ નિષ્ઠૂર ને સખત બને છે, પણ સારા કામ કરનાર પ્રત્યે નરમી બતાવે છે. સારા લોકો ની કબર મા જન્ન્ત નો દરવાજો ખુલી જાય છે.
ગાલિબે કહે છે પ્રેમિકા નુ ચિંતન કરવુ પણ એક મોટુપૂણ્ય છે.(કારણકે એ ઇશ્ક ખુદા છે)જ્ અને આ પૂણ્યનું કામ તે દરેક પળ કરે છે તેથી તેની કબર માં પણ જન્નત નો એક દરવાજો ખુલીજાય છે. આ શેર ને સુફીઓની આધ્યાત્મિક દ્રષ્ટિથી જોઇએ તો શેર ની મહત્તા ઘણી વધી જાય છે.સાચો મહેબુબ કે જે ખુદા છે, તેને કબર ના ભયંકર અંધકાર માં પણ યાદ કરીએ તો તે અંધકાર સ્વર્ગ ના અજવાળા મા બદલાય જાય છે, જાણે કે કબર માં સ્વર્ગ નુ બારણુ ખુલી ગયુ. અંહી એક ખુલાસો કરવો જરુરી છે કે અલ્લાહ મરી ગયેલા લોકોને કયામત કે પ્રલય ના દિવસેજ ઉભા કરશે. મર્યા પછી કયામત સુધી મડદાઓ કબરમાજ રહેશે. તેથી ગ઼ાલિબ એમ નથી કહેતો કે તેને જન્નત માં દાખલ કરી દેવામાં આવ્યો છે. તે કબર મા જન્નત નુ બારણુ ખુલી ગયુ છે એટલુજ કહે છે.વહાબી પંથ કે જે સઉદી અરબ નો મુખ્ય માન્યતા છે, માને છે કે મરી ગયેલા લોકો, જુજ લોકો જેવા કે પયગમબર વગેરે સિવાય, આપણી અરજ કે દરખાસ્ત સાંભળી નથી શકતા. તેથી સઉદી અને અમુક બીજા ચૂસ્ત પંથીઓ, કબર કે રોજા બનાવવા નથી દેતા જેથી કે લોકો તેવા રોજાઓ કે કબર પર ટોળે વળી કબર ની પૂજા શરુ કરી દે. બીજી બાજુ, સુફીઓ,શીઆઓ, તેમજ બીજા અનેક સુન્ની પંથીઓ માને છે કે મરી ગયેલા ઈમામ, પીર, સૈયદના, વગેરે આપણી અરજ ને મિન્નત સાભળી શકે છે. અને કેમકે તેઓ નો મરતબો અલ્લાહ પાસે મોટો છે, અલ્લાહ તેમના વતી થયેલી આપણી અરજ નામંજુર નથી કરતો.
આ શેર ની બીજી ખૂબીઓઃ ગાલિબે આ શેર મા હુસ્ને-અમલ(સદ્કાર્ય) કબર,ખુલ્દ(સ્વર્ગ) જેવા ત્રણ ચાર શબ્દો વાપરી સદકાર્ય ના કામ કરનાર ને કુરાન મા જે જન્નત નો વાયદો કરવામાં આવેલો છે તેનો ઉલ્લેખ કરી દીધો છે. અને આ શેર ના બધા શબ્દો શેર ના વિષય થી વળગેલા છે. ગાલિબ પોતાના શેર મા વિષય બાહરના શબ્દો કદી પણ વાપરતો નથી. ગાલિબે આ શેર મા ઇશ્કના મોભાને શિરોમણિ બનાવ્યો છે.
ગ઼ાલિબ નિષ્ણાંતના અભિપ્રાયઃ
સહા,હસરત ને તબાતબાઇ નો અભિપ્રાયઃ મર્યા પછી કબરમાં પ્રેયસી નાચહેરાનો વિચાર કરવાથી કબર નો અંધકાર સ્વર્ગ નો બાગ બની જાય છે કારણકે પ્રેમિકા ના ચેહરા માં બાગ જેવી રંગીની હોય છે. જાણે કે સુંદરતાનો વિચાર પૂણ્યનાં સુંદર કામ નુ ફળ હોય.
બેખુદનો અભિપ્રાયઃ હું પ્રેમિકા–આધ્યાત્મિક પ્રેમિકા- ના વિચારમાં એવો તલ્લીન થઇ ગયો છું કે તે વિચારને હું પૂણ્યનું કામ સમજવા લાગી ગયો છું. અને આ વિચારના ફળ તરીકે મારી કબર મા જન્નત ઉભી થઇ ગઇ છે
ખયાલે હુસ્ન= સૌંદર્યનો વિચાર
હુસ્ને અમલ=કાર્યની સુંદરતા
ખુલ્દ=સ્વર્ગ
દર=દ્વાર ગોર=કબર
Posted in આસ્વાદ