મને જીવન વિષે કંઇ કહો !
_ સેગુઆન એકીનલોલુ(આફ્રો અમેરિકન અંગ્રેજી કવિ)

મને લોહી વિષે, કશું ન કહો.,ગુરુ!
જે મેં જોયું છે,
એને હું ભૂલી શકતો નથી,
મને યુધ્ધ વિષે કંઇ ન કહો,
મારી એકલતા માટે!
હું સોગંદ ખાઇને કહું છું,
રકતપાતની વિગતો થી મને વંચિત રાખો.
એ મોટી શરમ છે,
કે માણસ મરે છે,
એવા કારણો સર
જેનાથી તે પરિચિત નથી,
મને તમારું પુરાણ સુણાવો નહીં,
હું એ સમુદ્રોને પાર કરી ચુકયો છું,
મને મૃત્યુ વિશે કંઇ ન કહો ,ગુરુ !
જે પણ પરિસ્થિતિ આવશે
હું ડરતો નથી,
મને પીડાઓ વિષે ના કહો,
જે મારા હૈયામાં અંકિત છે,
હું સોગંદ ખાઇ શકું,
કે જે મારા હાડકાઓમાં છે,
મને એ દર્દનાક વિગતોથી વંચિત રાખો,
એ ઘણું શરમનાક છે
કે આવી વેદનાઓ જોવી પડે છે,
આનંદની ક્ષણો વચ્ચે,
પ્રેમનાં હૈયામાં આટલી નફરત ?
મને મૃત્યુ વિષે કંઇ ન કહો હે ગુરુ !
મને જીવન વિષે કહો.
(સેગુઆન એકીનલોલુની અંગ્રેજી કવિતાનો અનુવાદ:વફા)
સેગુઆન લોલુ અમેરિકાના પોટલેંડ,ઓરેગનમાં રહેતો આફ્રો અમેરિકન કવિ,ગીત લેખક છે. ત્રણ કાવ્ય સંગ્રહો,એક નવલકથા અને સ્ટેજ પર ગવાયેલી બે જીવંત સીએડીઓ વિ. પ્રકાશિત થઇ ચુકયું છે.એ ગિતાર,આફ્રિકી સંગીત વાદ્ય સાથે પોતાના ગીતો ગાય છે. વિશ્વનાં પુસ્તક મેળામાં એ પોતાની રચનાઓ રજુ કરી ચુકયા છે.
Posted in અછાંદસ