મૌલાના જલાલુદ્દીન રૂમી(રહ.)_વફા

એક દિવસ મૌલાન રૂમી ખરીદી કરવા માટે બજારમાં ગયા.એક દુકાન પર જઇને ઉભારહ્યા. જોયું કે એક સ્ત્રી કંઇ ખરીદી રહી હતી.ખરીદી કરીને તેણે દુકાનદારને પૈસા આપવા માંડ્યા. . દુકાનદારે કહ્યું:
’ઈશ્કમાં પૈસાનો કારોબાર કયાં હોય છે? એને છોડો અને જાઓ.’
વાસ્તવમાં આ લોકો આશિક ,માશુક હતાં. મૌલાન રૂમી આ સાંભળી બેહોશ થઇ નીચે ઢળી પડ્યા.દુકાનદાર ઘણો ગભરાય ગયો,પેલી સ્ત્રી પણ ત્યાંથી જતી રહી હતી. ઘણી વાર પછી મૌલાનાને હોશ આવ્યો,તો પેલા દુકાનદારે પ્રશ્ન કર્યો:
’મૌલાના તમે કેમ બે હોશ થઇ ગયા હતા?
મૌલના રૂમીએ જવાબ આપ્યો:
હું એટલા માટે બે હોશ થઇ ગયો હતો કે, તમારી અને પેલી સ્ત્રી વચ્ચે એવો ગાઢ પ્રેમ છે કે ,તમારા બન્ને વચ્ચે કોઇ હિસબ કિતાબનો મામલો નથી.જ્યારે અલ્લાહ સાથે મારા પ્રેમનો સબંધ એટલો કમજોર છે કે હું તસ્બીહ ગણી ગણીને પઢુ છું.
કરોછો યાદ અલ્લાહને અને તેપણ ગણી ગણી,
અરે આ ઈશ્ક છે કે કોઇ વેપારની વાતો.(વફા)
bete bade hone ke bad maa bap ko kyu bhul jate he? mari ek rikvest he ki iasme ek lekha likho maa bap ne bhul so nhi, aapuru git bathij lengvejma hoy avi mari rikvest se,
By: jafar vadsariya on May 23, 2009
at 4:40 pm