અગનપંખી
હિરોશીમા ચૂપ છે
તો શું થયું?
હું તો બોલું છું !
સમય પણ બોલેજ છે ને ?
સાંભળે છે હે,વર્તમાન ?
મારો અવાજ સાંભળે છે, હે હિરોશીમા ?
હું બોલું છું_
તું તું છે_હું હું છું !
કોઇ તને કોઇ મને
નેસ્ત નાબૂદ ન કરી શ્કે,
કોઇએ તારા પર બોમ્બ ફેંક્યો
મનુષ્યોએ મારા પર આગ
અર્ધી સદીથી તું ભડ ભડે
હું યુગાંતરોથી સળગું
મારી આંખ તને(તાર ચિત્રને) જુએ.
લાગે જાણે તુ પણ છે
હું પણ છું
બળીને ખાખ બન્યા
એકજ જવાળાથી
તું નવા રંગરાગથી નવ્ય
પોતાની રાખથી
હું તો જન્મ્યોજ અગન પંખી.
Posted in અછાંદસ