

હું તને પ્રેમ નથી કરતો _પાબ્લો નેરુદા
( ચીલી_લેટિન અમેરિકા_નો નોબેલ પ્રાઈઝ વિજેતા ક્રાંતિકારી કવિ)
હું તને પ્રેમ નથી કરતો
સિવાય એ કારણ કે હું તને પ્રેમ કરું છું
હું પ્રેમથી વિખૂટો પડું છું, તને પ્રેમ નહીં કરવા માટે.
ઈંતેજાર ની પગ દંડી પર, તારી રાહ ન જોવા માટે,
મારું હૃદય શીતળતાથી અગ્નિ પ્રતિ પ્રયાણ કરી રહ્યું છે,
હું ફકત તને ચાહું છું,
કારણકે તું છે જેને હું પ્રેમ કરું છું.
હું તને અતલ ઉંડાણથી ધિક્કારું છું,
અને ધિક્કારતો રહું છું,
તારા પ્રતિ ઢળી જાઉં છું,
અને મારા બદલાતા પ્રેમને પરિમાણું છું.
હું તને નિહાળી નથી શકતો,
કિંતુ તને આંધળો પ્રેમ કરું છું.
કદાચ જાન્યુઆરીનો પ્રકાશ !
ઝુંટવી લેશે,
મારા હૈયાને, એના નિર્દય કિરણોથી,
અને વાસ્તવિક શાંતિની
મારી માનસિક ચાવીને .
વાર્તાના આ અંક માં
હું તે છું, જે મૃત્યુ પામે છે,
હું એકલોજ ,
પ્રેમ માટે મૃત્યુ વહોરીશ,
કારણકે, હું તને ચાહું છું.
કારણકે હું તને ચાહું છું,_આગ અને લોહીમાં હું તને ચાહું છું
_પાબ્લો નેરુદા
(અંગેજી માંથી અનુવાદ_ વફા)
પાબ્લો નેરુદા જન્મ:12જુલાઈ1912 .પારલ,ચીલી(લેટિન અમેરિકા)
મૃત્યુ: 23સપ્ટેંબર1973. સાંટિયાગો,ચીલી
વ્યવસાય:કવિ,મુત્સદ્દી,રાજકીય વ્યક્તિ,સામ્યવાદી રાજકરણી
મૂળ નામ: નેફતાલી રિકાર્ડો રેયેઝ બાસોઆલ્ટો(પાબ્લો નેરુદા ,ઉપનામ)
સાહિત્યિક સેવા માટે નોબેલ પારિતોષક 1971માં મળ્યું.
Posted in અછાંદસ