ઉમરના સંધ્યાકાળની વાતો_મુનીર નિયાઝી(સદગત ઉર્દૂ કવિ)
તે મારી આંખો પર ઝુકીને કહેછે ’હું છું’
તેનો સ્વાસ મારા અધરને સ્પર્શીને કહે છે,’હું છું.
એકાંત ભીંતોની શૂન્યતા કાના ફુસી કરતી કહે છે, ’હું છું
‘અમે ઘાયલ છીએં’ બધાજ કહે છે.
હું પણ કહું છ્હું__’હું છું
પાગલ પન
શ્યામલ મલમલનો એક પરદો આંખો પર પથરાઇ રહ્યો છે,
એક મઝધાર હજારો મુખાકૃતિનાં હૈયાંને હચમચાવી નાંખે છે.
એક ધારદાર મહેંદીલી મહેક થી બધા સ્વાસો ચમકી ઉઠે છે.
એક પૂષ્પ કામણગારા રંગનું ગલીઓમાં પ્રગટી રહ્યું છે,
સાંપોથી ભરેલા એક જંગલ નો અવાજ સંભળાય રહ્યો છે,
ઘરોનાં છજાઓની બધી ઈંટો લોહી જેવી દેખાઈ રહી છે.
(‘કુલિયાતે મુનીર નિયાઝી_ 111,112 અનુ.: વફા)
Posted in અછાંદસ