
ઉર્દૂ_ગુજરાતી ગઝલકારોનો વિશિષ્ટ પ્રયોગ. ગુજરાતી રદીફોવાળી ઉર્દૂ ગઝલો.
સમકાલીન સમર્થ(ઉર્દૂ) ગઝલકાર …, ઝફર ઈકબાલ
બાહર ગલીમેં ચલતે હુવે લોગ થમ ગયે,
તન્હાઈયોંકા શોરથા ખાલી મકાનમેં.
_ ઝફર ઈકબાલ
ઝફર ઈકબાલના આ અને આવા અનેક શેરોથી ઉર્દૂ ગઝલ વિશ્વ સુપરિચિત છે.કવિના 27 ગઝલ સંગ્રહો તથા 4 ગઝલ સંચયો ઉર્દૂ ગઝલ ક્ષેત્રે ધૂમ મચાવી મૂકયા છે. લગભગ ચાર દાયકાથીયે વધુની તેમની સાથેની મૈત્રીના બળે તેમને વાત કરી કે ‘આપ વર્ષોથીપંજાબી,પૂશ્તો,બલોચી,સિંધી,હિંદી,સંસ્કૃત શબ્દાવલીનો આપની ઉર્દૂ ગઝલોમાં છૂટથી પ્રયોગ કરી રહ્યા છો,તો મારી માતૃભાષા ગુજરાતીનો શું વાંક છે કે ,આપે તે તરફ ધ્યાન આપ્યું નથી.બે પાંચ ગઝલો ગુજરાતી રદીફો સાથે ન લખી આપો?’
અને કવિએ શિઘ્ર ઉત્સાહભેર ઉત્તર વાળ્યો;’ બે પાંચ શું આખો સંગ્રહ લખી આપું’
પરિણામ રૂપે કવિએ જોત જોતામાં 121 ગઝલોનો આખો સંગ્રહ ગુજરાતી રદીફો સાથે લખી આપ્યો.
ઉર્દૂ અને ગુજરાતી ગઝલ ક્ષેત્રે આજ સુધી અસંખ્ય સમર્થ ગઝલ કારોએ એક એક થી ચઢિયાતી ગઝલની હારમાળા સર્જી છે.અસંખ્ય પ્રયોગો દ્વારા ગઝલના સ્વરૂપની સીમાઓ સતત વિસ્તારી છે.ઝફર ઈકબાલની આ ગઝલો દ્વારા એક નવતર સીમાચિન્હ ઉમેરાય છે.બન્ને ભાષાઓ, તેના ગઝલકારો વચ્ચે એક વિશિષ્ટ સેતુ રચાય છે. ભાષા અને કવિતાની સીમાઓ વિસ્તરી રહી છે.
( ટૂંક સમયમાં ઝફર ઈકબાલની આ 121 ગઝલો પુસ્તકાકારે ‘તરકીબ’ ના નામે ઉપ્લબ્ધ બની રહેશે. )
_ આદિલ મન્સૂરી

થાય પ્રગટ_ઝફર ઈકબાલ(ઉર્દૂ કવિ)

[...] http://bazmewafa.wordpress.com/2008/02/07/961thaipragat_zafariqbal/ [...]
By: બહુ દૂર છે_ઝફર ઈકબાલ « આદિલ મન્સૂરીAdil Mansuri आदिल मन्सूरीعادِل مَنصوُریِ on February 8, 2008
at 10:42 pm