ઈંદિરાજીની મુલાકાત
એક દિવસની વાત છે .
વડાપ્રધાન શ્રીમતિ ઇંદિરા ગાંધી અમદાવાદ પધાર્યા હતાં.શેખાદમને થયું _ ચાલો,આજે ઈંદિરાજીને મળી આવીએં.
વિચાર આવ્યો અને ઉપડ્યા ઈંદિરાજીની પાંસે.ઈંદિરાજીને મળવું કાંઈ સહેલું કાર્ય નહોતું.એમને મળવા માટે દિલ્હીમાં દિવસો સુધી ઘણા રાજ્યોના મુખ્ય મંત્રીઓ બેસી રહેતા .ઈંદિરાજી પાસે ગયા અને એ એકદમ મુલાકાત આપીદે ખરાં ?શેખાદમે ઈંદિરાજીની મુલાકાત માંગી.ઈંદિરાજીએ મુલાકાત ન આપી.
પણ શેખાદમ એમ કાંઈ પાછા પડે તેમ નહોતા . એમણે તો તરતજ એક ચિઠ્ઠિ મોકલાવી.ચિઠ્ઠિમાં લખ્યું :
’મારે બીજું કશું કામ નથી, પણા ત્રીસ વરસ પહેલાં તમને જોયાં હતાં ત્યરી તમે જેવા રૂપાળાં હતાં તેવાં જ અત્યારે છો કે નહિ તે જોવું છે ‘
અને ખરેખર ચમત્કારની માફક બન્યું,ઈંદિરાજીએ મુલાકાત મંજુર કરી નાંખી.
ગુજરાતનો ગાલિબ _ગુજરાતનો મિલ્ટન
એક વખત એક મુશાયરો ગોઠવાયો હતો.
એક શાયરે મુશાયરો શરૂ થતાં પહેલાં બહુજ પીધેલો.
શાયરની આદત પણ ભારે.એક બે પેગ અંદર ન જાય પછીજ શાયરી બહાર આવતી.
શાયરની મુખાકૃતિ જોઇને શેખાદમ આબુવાલાએ કહ્યું,: ’દોસ્ત, શરાબ ઓછી કરી નાખ,જો તારી આંખની રોશની ઓછી થવા માંડી છે._નૂર ઘટવા માંડ્યુ છે’
શાયર શ્રેષ્ઠ જ હતો. વળી પીધેલો હતો. કહે; ‘તને ખબર છે આદમ ? હું ગુજરાતનો ગાલિબ છું,બધા મને ગાલિબ કહે છે ….એટલે ગાલિબ જેટલી તો પીઉં કે નહિ?
‘બહુ પીધા કરીશ તો આંધળો થઈ જઈશ.પછી બધા તને ગુજરાતનો મિલ્ટન કહે શે!’ શેખાદમે કહ્યું
સાંભળનાર સૌ મિત્રો હસી પડયા.
(‘વાહ શેખાદમ’_લે.રમેશ દેસાઈના સૌજન્યથી)
મહાન અંગ્રેજી કવિ જોહન મિલ્ટનને 1652-54 દર્મિયાન આંખના રોગને લીધે અંધાપો આવ્યો હતો.