Posted by: bazmewafa | 01/29/2008

મેરી કહાની ઔર મેરી ઝબાની !_આસિમ રાંદેરી

asimphoto.jpg

જવાની ગઇ છતાં પણ એ જીવન_શણગાર લાગેછે,
કળી કરમાઇ ગઇ છે, તોય ખુશ્બૂદાર લાગે છે.

p42.jpgp43.jpgp44.jpgp45.jpgp46.jpg 

 

 

(ગઝલ ગુર્જરીઓકટોબર2004 ના સૌજન્યથી)

 

સ્વદેશી આંદોલનની જ.આસિમ રાંદેરી સાહેબની લીલા’(કવિતા)પર પડેલી અસર .

શું ખાદીની સાડી મઝા દઈ રહી છે
જુઓ લીલા’, કોલેજમાં જઈ રહે છે.
આસિમ સાહેબે આઝાદીની ચળવળમાં યુવાન વયે હિસ્સો લીધેલો.અને વોલિયેંટરની ફોજનાં કેપ્ટન હતા.

 મૌલાન હસરત મોહાની નાં શેરો. (શહેનશાહે તગઝ્ઝુલ,જંગે આઝાદીના નિડર બેબાક,પ્રથમ હરોળના મુઝાહિદ)

 સર ફરોશીકી તમન્ના અબ હમારે દિલમેં હૈ,
દેખના હૈ ઝૌર કિતના બાઝૂએ કાતિલમેં હૈ.

મૌલાન હસરત મોહાની સમાજવાદી વિચારધારાને વળેલા,મુખ્લિસ સેનાની હતા.ઉર્દૂ ભાષાનાં કાદિર કલામ શાયર,વકતા હતા.સાદગીની હદ હતી.કોઇ ઝાક ઝમાળ દેખાવ નહીં.ભારતની આઝાદીનાં જંગને ઈંકિલાબ ઝિંદા બાદઅને મુકમ્મિલ આઝાદીના નારા એમણે અર્પણ કરેલા. આઝાદીના એક યુવાન સેનાની,જેણે 30 વર્ષની ઉમરમાં આઝાદીની જંગની લડત માટે 10 વરસ અંગ્રેજોની જેલમાં કાઢ્યા હતા. પોતાનાં સમયના શોલા બયાન વકતા,શાયર,પત્રકાર,લેખક શ્રી શોરીશ કશ્મીરી લખે છેકેમો.હસરત મોહાની પોતાના દોરનાઅબુઝર ગિફ્ફારીહતા(અબુઝર ગિફ્ફારી પયગંબર મોહમ્મ્દ (સલ.)ના વિસ્વાસુ પણ તદ્દન ફકીર મનસ અને સાદા સહાબી,સાથી હતા)

મૌલાન મોહમ્મદઅલીજૌહરનો શેર:

 દૌરે હયાત આયેગા કાતિલ! ફના કે બાદ,
હૈ ઈબ્તેદા હમારી તેરી ઈંતેહા કે બાદ.

મૌલાન મોહંમદ અલીજૌહર’(1878_1931)

(ઓક્ષફર્ડ યુની.સ્નાતક.આઇ.સી.એસ.) ખિલાફત ની ચળવળનાં ઝંડા ધારી .બીજી ગોળ મેજી પરિષદ લંડન(બ્રિટન)માં આઝાદી યા મૌતનો ફતવો આપનાર,પ્રખર શાયર,લેખક,ઉર્દૂ,અંગ્રેજીના શક્તિશાળી વકતા. ઉર્દૂ,અંગ્રેજીના બે નમુન પત્રકાર.અંગ્રેજી અને ઉર્દૂ બન્ને ભષામાં સામાયિક ચલવતા.જેમાં દેશની અઝાદી મટે સૂર ફુંકતા.બીજી ગોળમેજી પરિષદમાં આઝાદી યા મૌતનો ફતવો.આપીને કહ્યું કે હું મરું તો મારી લાશને ગુલામીના પંજામાં સપડાયેલા મારા મુલક માં દફનાવવામાં ન આવે, ખુદા પાકનો ગેબી ઇશાળો નિહાળો કે ત્યાંજ એમનું મૃત્યું થયું. અને એમની વસિયત અનુસાર એમને ફલસ્તીન(પેલેસ્ટાઈન)બૈતુલ મુકદ્દસ(ઇસ્લામની ત્રીજી મહત્વની મસ્જીદ) પાંસે દફન કરવામાં આવ્યા.
 ઈંગ્લેંડથી અભ્યાસ પૂરો કરવા પછી યુવાન મોહમ્મદઅલીજૌહરેગુજરાતના વડોદરા રાજયમાં થોડો વખત સયાજીરાવનાં મુખ્ય પ્રધાન તરીકે સેવા બજાવેલી.આઝાદીનાં જંગમાં ઝંપલાવી થ્રી પીસ સૂટ પહેરનાર મીસ્ટર મોહંમ્મદઅલી જૌહર’,જેલના બંદી વાસ દરમિયાન ખાદીનો લેંઘો ઝભ્ભો પહેરી મૌલાન મોહમ્મદ અલી જૌહરથઈ ગયા. ખિલાફતની ચળવળનું એમનું યોગદાન ઈતિહાસ ભૂલી શકે એમ નથી.એ ચળવળે ભારતની તમામ નેતૃત્વ શક્તિને એક કરી મહાત્માં ગંધી સાથે એક કરી દીધી.અને સામુહિક તાકાતે અંગ્રેજોને હંફાવી દીધા
.
મૌલાના શોકતઅલી:(1873_1938)

મૌલાન શૌકતઅલીનું નામ હમેશા એમના ભાઈ મૌલાન મોહમ્મદઅલી સાથે લેવાતું. બન્ને આઝાદીનાં જંગમાં એક સાથે ખભે ખભા મિલાવી ચાલ્યા. એમની માતાના નામથી કોઇ અજ્ઞાત કવિએ એક શેરકહેલો. જે આખા ભારતવર્ષ માં મશ્હૂર થઈ ચુકયો હતો.

અમ્મા બોલી મોહમ્મદઅલીકી , જાન દેદો બેટા ખિલાફત મેં

એમની અમ્માંજાને પોતાનાં બન્ને બેટાઓને દેશની આઝાદીની જંગના ચરણે ખૂશીથી ધરી દીધા હતા.
મૌલાના શૌકતઅલી રાંદેર પધાર્યા હતા.એમનાં સન્માનમાં ઉર્દૂ મુશાયેરો રાખવામાં આવ્યો હતો.તે વેળા રાંદેરમાં ઉર્દૂનાં ધુરંધર શાયરો હતા. શૌકત રાંદેરી પોતાનું કલામ કહેવા ઉભા થયા અને મત્લઅનો શેરકહ્યો એટલે મૌલાના શૌકતઅલી એ કહેતાં ઉભા થઈ ગયાવાહ બર ખુરદાર, ક્યા ઉમદા મત્લા કહા હૈઅને શૌકત રાંદેરીને ગળે લગાવી લીધા.

ગઝલકારો શ્રી રતિલાલ અને શ્રી રાંદેરીને વલીએવોર્ડ

ગુજરાત રાજ્ય સરકારે ગુજરાતના પ્રથમ ઉર્દૂ શાયર શ્રી વલીગુજરાતીની સ્મૃતિમાં વલી ગુજરાતી ગઝલ કેન્દ્રની સ્થાપના કરી છે. આ કેન્દ્રની સલાહકારસમિતિના અધ્યક્ષ માન. મંત્રીશ્રી, શિક્ષણ, રમતગમત યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, શ્રીમતી આનંદીબેન પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગુજરાતના સુપ્રસિદ્ધ વયોવૃદ્ધ, ગઝલકાર શ્રી રતિલાલ અનિલતથા 103 વર્ષની ઉંમરે પહોંચેલા ગઝલકાર શ્રી આસિમરાંદેરીને મૂર્ધન્ય ગઝલકાર તરીકેનો ઍવૉર્ડ અર્પણ કરવામાં આવ્યો છે.
આ ઍવૉર્ડમાં બન્ને મૂર્ધન્ય ગઝલકારોને રૂ. 1 લાખ, શાલ તથા સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવેલ છે. ગુજરાતી ગઝલ પરંપરાના મહત્વના સીમાચિન્હ રૂપ આ ગઝલકારોને તા. 31-10-2006 ના રોજ સરદાર પટેલ જયંતિ નિમિત્તે કરમસદ ખાતે જાહેર સમારંભ યોજીને રાજ્યકક્ષાના અવૉર્ડ અર્પણ કરવામાં આવ્યો છે.

वली गुजराती
मर्कद शीकन का कोइ भी मझ्हब नहीं होता ,
तोडी मझारे वली, और मलबे को पुंजते हो.
वली अहमदाबादी आसीम,अनिल सुरती
देने वली एवर्ड करमसद क्यों पहोंचते हो.

મર્કદ શીકન=કબર(મઝાર) તોડનાર
મલબા= ખંડેર આસીમ=ગુજરાતીના વયો વૃધ કવિ વતન:રાંદેર(સુરત)
અનિલ=રતિલાલ અનિલ કરમસદ=ચરોતરમાં આવેલ ગામ
(3 જુન2007 બઝમે વફા)

 

 


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 40 other followers