સાંભળ્યું છેકે_ઝોહરા નિગાહ(ઉર્દૂ કવિયત્રી)
સાંભળ્યું છેકે જંગલોમાં પણ કોઇ આચાર સંહિતા હોય છે,
સાંભળ્યું છે કે જ્યારે સિંહનું પેટ ભરાઇ જાય ,
તો તે હુમલો નથી કરતો,
સાંભળ્યું છે કે કોઇ નદીના જળમાં,
સુઘળીનો ઘઉં વર્ણ માળો ધ્રૂજી ઉઠે,
ત્યારે નદીની મત્સિકાઓ એને, પહેલાંપાડોશી માની લીયે છે,
હવાનાં તેજ ઝોંકાઓ જ્યારે વૃક્ષોને હલાવે છે,
ત્યારે કોયલ પોતાના ઘરને ભૂલીને કાગડીના ઇંડાઓને પોતાની પાંખોમાં દબાવી લે છે,
સાંભળ્યું છે કે માળામાંથી કોઇ પંખી બાળ ફેંકાય જાય તો ,
આખું જંગલ જાગી ઉઠે છે,
નદી માં પુર આવી પડે કોઇ પૂલ તૂટી પડે
તો કોઇ લાકડાનાં તખ્તા પર, ગરોળી,સાંપ ચીત્તો અને બકરી, સાથે હોય છે,
સાંભળ્યું છે કે જંગલની પણ કોઇ આચાર સંહિતા હોય છે,
હે ખુદાવન્દે જલીલ,વિસ્વાસનીય, સર્વ બુધ્ધિમતાનાં માલિક,
સર્વ દ્રષ્ટિમાન,સર્વ શ્રેષ્ઠ અને મહાન,
હવે આ ધરાપર કોઇ જંગલનીજ આચાર સંહિતા લાગુ કર
.
(જનબ વકીલ ખાન સાહેબ,રેક્ષડેલ,ટોરંટોના આભાર સહિત,ઝોહરા નિગાહની અછાંદસ ઉર્દૂરચના બઝમે વફા ને અર્પ્ણ કરવા બદલ.અનુ.વફા)
Posted in અછાંદસ