Posted by: bazmewafa | 01/25/2008

પ્રજાસ્તાક દિન મુબારક

iflagofindia.jpg 

પ્રજાસ્તાક દિન મુબારક

સારે હાંસે અચ્છા, હિંદોસ્તાં હમારા_અલ્લમાં ડૉ.મુહમ્મદ ઈકબાલ

સારે જહાંસે અચ્છા, હિંદોસ્તાં હમારા.
હમ બુલબુલેં હૈં ઉનકી ,વહ ગુલ્સિતાં હમારા.

ગુરબતમેં હો અગર હમ રહતા હૈ દિલ વતન,
સમઝો વહીં હમે ભી દિલ જો જહાં હમારા.

પરબત વહ સબસે ઉંચા હમસાયા આસ્માંકા,
વહ સંતરી હમારા વહ પાસબાં હમારા.

ગોદીમેં ખેલતી હૈ ઈસકી હઝાર નદિયાં,
ગુલશન હૈ જિસ્કે દમ સે રશ્કે જિનાં હમારા.

અય આબરૂદે ગંગા ,વહ દિન હૈ યાદ તુઝકો,
ઊતારા તેરે કિનારે જ્બ કારવાં હમારા.

મઝહબ નહીં સિખાતા આપસમેં બૈર રખના,
હિ ન્દી હૈ હમ વતન હૈ , હિંદોસ્તાં હમારા.

યુનાનો મિસરો રૂમા સબ મિટ ગયે જહાંસે
અબ તક મગર હૈ બાકી નામો નિશાં હમારા.

કુછ બાત હૈ કી હસ્તી મિટતી નહીં હમારી,
સદિયોં રહા હૈ દુશ્મન દૌરો જહાં હમારા.

‘ઈકબાલ’ કોઇ મહરમ અપના નહીં જહાં મેં,
માલૂમ કયા કિસીકો દર્દે નિહાં હમારા.

અલ્લમાં ડૉ.મુહમ્મદ ઈકબાલની બીજી એક દેશ પ્રેમ દર્શાવતી રચના.

 મેરા વતન વોહીહૈ, મેરા વતન વોહીહૈ 

ચિસ્તીને જિસ ઝમીં પર પયગામે હક સુનાયા
નાનકને જિસ ચમનમેં વહદતકા ગીત ગાયા

તાતારિયોંને જિસકો અપના વતન બનાયા
જિસને હિજાઝિયોં સે દસ્તે અરબ છુડાયા

                                       મેરા વતન વોહીહૈ, મેરા વતન વોહીહૈ

યુનાનિયોકો જિસને હેરાન કર દિયાથા
સારે જહાંકો જિસને ઇલ્મોહુનર દિયાથા

મિટ્ટીકો જિસકી હકને ઝરકા અસર દિયા થા
તુર્કોંકો જિસને દામન હીરોંસે ભર દિયા થા

                                                   મેરા વતન વોહીહૈ, મેરા વતન વોહીહૈ

ટૂટે થે જો સિતારે ફારસકે આસમાંસે
ફિર તાબ દેકે જિસને ચમકાએ આસમાંસે

વહદતકી લે સુની થી દુનિયાને જિસ મકાંસે
મીરે અરબકો આઇ ઠંડી હવા જહાંસે

                                                    મેરા વતન વોહીહૈ, મેરા વતન વોહીહૈ

બંદે કલીમ જિસકે પરબત જહાંકા સીના
નૂહે નબીકા આકર ઠહરા જહાં સફીના

રફઅત હૈ જીસ ઝમીંકી બામે ફલકકા ઝીના
જન્નતકી ઝિન્દગી હૈ જિસકી ફિઝામેં જીના

                                       મેરા વતન વોહીહૈ, મેરા વતન વોહીહૈ

અઘરા જણાતા ઉર્દૂ શબ્દોનાં અર્થ

ચિસ્તી=અજમેર શરીફ વાળા હઝરત મુઇનુદ્દીન ચીશ્તી(રહ.) સાહેબ,

હક=એકજ સત્ય(અલ્લાહ),વહદત=એકેશ્વર વાદ,હિજાઝિયોં=અરબનો એક પ્રદેશ
દસ્ત=હાથ,ઝર=સોનું,ફારસ=ઈરાન,તાબ=ગરમી
મીરે અરબ=હજરત મોહમ્દ(સલ.) પયગંબર સાહેબ
નૂહ=નબી નૂહ(અલ.)જેનું વહાણા ભારતની ભૂમિમં આવીને રોકાયેલું(એક ઐતિહાસિક મત)
સફીના=(વહાણ), રફઅત=ઊંચાઇ, બામ=બાલ્કની, ફલક =આકાશ

(ગુજરાતી મુશાયરાનું મુખ્ય સ્થાન રાંદેર રહ્યું.અને ત્યાં મવ.સાદિક સાહેબની ઓફિસમાં તા.31-7-1931 ના દિને પહેલ વહેલો ગુજરાતી મુશાયરો થયેલો.તેમાં મુ.નિસાર અહમદ શેખ(શેખચલ્લી) સાહેબે ભાગ લીધો..
1931માં રાંદેરના પ્રથમ ગુજરાતી મુશાયરામાં એમણે રજુ કરેલ આ કાવ્ય એ ગુજરાતીનું રાષ્ટ્રગીત ગણાય છે

વતન કાજે_ નિસાર અહમદ શેખ(શેખચલ્લી)

ચમન છે પૂષ્પના કાજે અનેપૂષ્પો ચમન કાજે
વતન મારાજ માટે છે અને હું પણ વતન કાજે

અમારું જીવવું મરવુઁ વતન કેરા જતન કાજે
મરીને પણ વતન માગું કફન કજે, દફન કાજે

                                           અડગ નિશ્ચય કરી એવો જગાડો રાષ્ટ્ર શક્તિને
                                         વિલાસો વૈભવો ત્યાગી ગ્રહો સૌ દેશ ભક્તિને

તમારા દેશની લક્ષ્મી બધી વિદેશમાં જાએ
રડે વેપારી કરીગર કૃષિકારો બધા હાયે

થઈ બેકાર કંઈ મરતા ક્ષુધાની આકરી લાયે
વિના વેપાર ઉદ્યોગે કમાયે કયાંથી શું ખાયે?

                                         વળી જે અન્યને પોષે થયા તે આજ ભીખારી
                                    અરેરે હિઁદ માતારે દશા આ શી થઇ તારી

લૂંટાયા હેમ ને હીરા રહ્યા બસ કાચ ને કાગળ
અમીઝરણાં સુકી ચાલ્યાં જ્યાં ત્યાં હિમના ઝાકળ

દીવાળી દેશમાં કેવી ગવાયે ક્યાંથી જય મંગળ
સળગતા દેશ દાવાનળ અહીઁ છે કોઇને ક્યાં કળ

                                 કરી હાકલ મિટાવવાને બધી યુરપની શક્તિને
                               વિલાસો વૈભવો ત્યાગી ગ્રહો સૌ દેશ ભક્તિને

તમારામાં કમાલો છે વળી ઝગલુલ લેનીન કો
નથી પ્રતાપ ભામાશા સલાહુદ્દીન જેવા કો

અને તે હોય તો પણ શુઁ કદર એની અહીઁ થાયે
જહીઁ તીલક સમા નેતા વીશી માંહે મરી જાએ

                         તમે હુબ્બુલ વતન સાથે મિનલ ઈમાં ને ભૂલ્યાછો
                                 ખરેખર દેશ મુક્તિનો તમે સુપંથ ભૂલ્યા છો

સબક સ્વાતઁત્ર્ય થાવાનો ફરીથી આપ શીખી લ્યો
હુશેન ઇબ્ને અલી થી વીરતાના માપ શીખી લ્યો

ગુલામી મોતથી બદતર ગલત એ જાપ શીખી લ્યો
હવે ‘નિસાર’ આઝાદી તણા આલાપ શીખી લ્યો

                             જીવનનો અર્થ આઝાદી જરા સમજીને એ પંક્તિ
                                    વિલાસો વૈભવો ત્યાગી ગ્રહો સૌ દેશ ભક્તિને

(તા.10-4-1933ના પાલનપુર મુકામે દી.બા.કૃષ્ણલાલ ઝવેરીએ કરેલ ભાષણમાં આ કાવ્યનો ખાસ ઉલ્લેખ કરીધન્યવાદ આપ્યા હતા)


Responses

  1. મજાનું સંકલન લઈને આવ્યા મિત્ર…

    આપને પણ પ્રજાસત્તાક દિન ખૂબ ખૂબ મુબારક હો…

  2. ખજાનો આ રીતે ખાલી કરતા રહેજો
    અમ દીન દુખિયાને વહેંચતા રહેજો.

  3. good


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 40 other followers