બુધ્ધને બદલે યુધ્ધ_થાઇ ન્હાટ હાં
લોકોએ મને
આજે સવારે ઉઠાડ્યો,
એ કહેવાને કે
મારો ભાઇ યુધ્ધમાં મરી ગયો છે..
છતાં,બાગમાં પોતાની ઝાકળભીની પંખડીઓ ખોલતું
નવીન ગુલાબ છોડ પર ખીલી રહ્યું છે
અને હું જીવું છું
હજી સૂંઘી શકું છું
ગુલાબો અને ગોબરની ગંધને
હજી ખાઇ શકું છું.
પ્રાથના કરી શકું છું. ઊંઘી શકું છું.
પણ કયારે તોડી શકીશ
હું મારા દીર્ઘ મૌનને?
ક્યારે ઉચ્ચારી શકીશ_
હું પેલા અનુકત શબ્દોને,
જે મને ગુંગળાવી રહ્યા છે?
(વિયેટનામી કવિ થાઈ ન્હાટ હાં.અનુવાદ:મનસુખલાલ ઝવેરી)
Posted in અછાંદસ