Posted by: bazmewafa | January 23, 2008

દર્દ વેચાય છે_જાવેદ અખ્તર

dardedil.jpg 

દર્દ વેચાય છે

દર્દ વેચાય છે
બજારો માં
દર્દ ઘણા મોંઘા વેચાય છે
શૈલી નો કરોબાર જો ચાલી નીકળે
તો લાગણીનાં ખરીદારો
નાનાં મોટા બધા દર્દનાં રમકડાં
મોં માગી કિંમતે ખરીદે
મેં હમેશા માર દર્દોને
ઊંચામાં ઊંચી કિંમતે વેચ્યા છે
પરંતુ
જે દર્દ મને આજે પ્રાપ્ત થયું છે
 કોઇ પણ દુકાન પર રાખવાને યોગ્ય નથી
પ્રથમ વાર હું શર્મિંદો છું
આ દર્દને
હું વેચી નહીં શકું

(ઉર્દૂ ભાષાના સુવિખ્યાત ક્રાંતિકારી કવિ,લેખક,પટકથા લેખક,સંવાદ લેખક શ્રી જાવેદ અખ્તરની એક આઝાદ નઝમનો અનુવાદ_વફા)

Leave a response

Your response:

Categories