આ મૃત નગરમાં_ સર્વેશ્વરદયાલ સકસેના(હિન્દી કવિ)
મોટામાં મોટી વાત
હવામાં ધૂળની જેમ
ઊડીજાય છે.
પ્રાથના ઘરના ઘંટ પણ
જંગલી જાનવરોની જેમ
દુર્ગંધ સુંઘતા
જોવા મળે છે..
અને ઈશ્વરનું નામ
દરેક શૂદ્ર ચહેરાઓ પર
મહોરું બને છે.
આસ્થા નામે મુર્ખતા
વિવેકને નામે કાયરતા
સફળતાને નામે નીચતા_
મહોરની જેમ
દરેક વ્ય્ક્યિ પર લાગી છે.
અને એક લાશ
બીજી લાશ ને
આ જ બીબામાં ઢાળે છે-
આ મૃતનગરમાં
દરેક ક્ષણે
એક અરીસો તૂટે છે,
એક આકૃતિ મરે છે
પછી તે ઈશ્વરની હોય
કે મનુષ્યની
આ મૃત નગરમાં
(‘ચાલો એક બીજાને ગમીએ” માં થીસાભાર)

સર્વેશ્વરદયાલ સક્ષેના
જન્મ:15 સપ્ટેંબર1927
નિધન:24સપટેંબર1983
જન્મ સ્થળ:જિલાબસ્તી,ઉત્ત્રર પ્રદેશ,ભારત
કેટલીક મુખ્ય રચનાઓ:કાઠકી ઘંટિયાં,બાંસકા પૂલ,ગર્મ હવાએં,એક સૂની નાવ,કુઆનો નદી
કવિતા સંગ્રહ’ખુંટિયોં પર ટંગે લોગ’ને 1983નું સાહિત્ય એકેડમીનો પુરસ્કાર
આ અનુવાદ છે કે, તેમણે પોતે ગુજરાતીમાં લખ્યું છે?
હું અમદાવાદના એક શ્રી. સક્સેનાને જાણું છું જે ગુજરાતી અને હીન્દી બન્નેમાં કવીતાઓ લખે છે. શું આ તે જ કવી છે? ઈમેલ કરશો તો આભારી થઈશ.
By: સુરેશ જાની on January 23, 2008
at 1:26 pm