આદમથી શેખાદમ સુધી_ શેખાદમ આબુવાલા
સત્તા
એક પતંગિયું
ખુરશી પર બેઠું હતું
સામે કરોડો હાથીઓ
ધ્રુજતા ઉભા હતા….
પેન્શન
ડેરીફાર્મની સામે
એક ગાય
વાગોળે
દૂધનાં બિલો
જુનાં..
પ્રાર્થના
એક ઉંદર
પ્રાથના કરતો હતો !
હે પ્રભુ
આખો હિમાલય ’ચીઝ’નો થઈ જાય તો
તારા ચરણમાં
પાંચ શ્રીફળ ’ચીઝ’નાં,
નાઇટ_લવ
બેવફા સૂરજથી કંટાળીને
ઘૂવડોએ રાત સાથે
પ્રીત બાંધી.
સિંહાવલોકન
ગીરમાંથી આવેલા
મારા એક મહેમાને
પ્રાણી ઘરના પિંજરમાં
પહેલી વાર જિવનમાં
મારી સાથે
સિંહ જોયો.
કાગવાણી
એક કાગડો ઊડી
હંસની કને પહોંચ્યો,
હાથ જોડી એ બોલ્યો:
’ઓળખ્યો મને કાકા,
હું તમારો ભત્રીજો !
ગર્દભ _ખેડાણ
દોડ્યા
દોડયા
દોડ્યા
ખંભાતથી ખેડા
બની શકયા ના
બની શકયા ના
બની શકયા ના
ઘોડા કદી ગધેડા.
ઇચ્છા
એક ઉંદરે જઈને
હાથીને કહ્યું :
સાથી
આજ બીજું કંઇ નહીં તો
તારું દર
મને દેખાડ.
મચ્છર મોજીલો
એક મચ્છર
ફલીટના શાવર બાથમાં
મોજીલા ‘મૂડ’માં નહાતો હતો
ગાતો હતો
મેલેરિયાનું એક ગીત.
ગૌ પ્રશ્ન
દૂધ ભરેલી
પ્લાસ્ટિકની કોઠળી જોઇ
એક ગાયે
પૂછ્યું બીજી ગાયને;
આ આંચળ કેવા ?
અશ્વ દ્રિધા
ગાડીવાન થોડો છું ?
ગાડીવાન ચબુક માર
હું તારો ઘોડો છું.
બે કલાકના બદલે
દસ કલાક
મોડો છું.
આદમનો અંદાઝ જ અજબ છે. તેમના જીવન વીશે માહીતી આપશો તો આભારી થઈશ.
By: સુરેશ જાની on 01/23/2008
at 1:28 PM