Posted by: bazmewafa | 01/14/2008

ઝબૂરે આઝમ_ મહાકવિ ડૉ.ઈકબાલ

 

iqbal9.jpg

ઝબૂરે આઝમ_ મહાકવિ ડૉ.ઈકબાલ

 

હું એક તણખલું છું,અને મારામાં તણખો આવી પડયો છે,અને સામેથી ગતિભેર ,પૂર જોશમાં પ્રભાતનો પવન વાઇ રહ્યો છે,એટલે મારું ગીત નિર્ભય અને દર્દમય શોક ઉતપન્ન કરનારું છે!

પ્રેમ પાંસે કોઇ સાધન નથી ,પણ તે પર્વતોનાં હૃદયમાં પ્રવેશી શકે છે,પણ પરવેઝનું ખૂનનું પાપ કરતો નથી.

માણસન હાવ ભાવને પ્રીછનાર ,સમજનાર એક સજ્જને કહેલું સૂત્ર મારા હૃદયમાં વસી ગયું છે,તે એકે એક હૃદય સ્પર્શી બોલ.શબ્દ કરતાંયે માશુકોની દ્રષ્ટિ વધારે વેધક હોય છે..

મારા શરણે મારી પાંસે આવ , બેસ તારી મહેફિલની આ પ્યાલી હવે છલોછલ થવામાં છે.

જૂદાઈના,વિરહના આતીશે_ દાગ, અગ્નિના ચૂભને બાગમા દેખાવ દીધો,પ્રભાતનો પવન તેને ઔર ઉત્તેજે છે.અને ઝાકળ બિંદુ સીધાં તેનાં પર પડતાં નથી.

ગુપ્ત સંકેતો ઈશારાઓ ઘરબાર બરબાદ કરી શકે છે. પણ હું તો રક્ત રેડાવે છતાં તે નીડર પણ હોય એવા ઈશારા,અર્થ સંકેતો ચાહું છું.

આકાશી જળ અને શરીર_ માટી બન્ને એક સાથે રહે છે,પણ એ કયો રહસ્યમય ભેદ છેકે હૃદયનું આવરણ દૂર દૂર રહે છે?

મને જો, આખા ભારતમાં તને મારા જેવો અનોખો માણસ નહીં મળે,હું બ્રાહ્મણ પૂત્ર<1> છું,છતાં તબરેઝ<2> અને રૂમનો<3> ભેદ,રહસ્ય જાણું છુ.

(અનુ.: આચાર્ય મસ્ત મંગેરા તંત્રીવહોરા સમાચાર,સુરત .ઝબૂરે આઝમનાં અનુવાદમાંથી)

1 બ્રાહ્મણ પૂત્ર = ડો.ઈકબાલનાં વડવાઓ કાશ્મીરી બ્રાહ્મણ, સપ્રુ ખાનદાનનાં હતા ,તે પ્રતિ ઈશારો છે.

2 તબરેઝ=ઈરાનનાં મહાન સુફી સંત અને મહાન ફારસી સુફી સંત કવિ રૂમીના આધ્યાત્મિક ગુરૂ.

3 રૂમી= ફારસીના મહાન સુફી કવિ

 

 


Responses

  1. [...] http://bazmewafa.wordpress.com/2008/01/14/jhabooreazam_driqbal [...]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 40 other followers